IMD: આ રાજ્યોમાં આવી શકે છે આંધી-તોફાન અને વરસાદ, એલર્ટ જારી
આખો દેશ હાલમાં કોરોના સંકટ સામે લડી રહ્યો છે ત્યારે દેશના ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદે ખેડૂતોને ખરાબ રીતે મુશ્કેલીમાં મૂકી દીધા છે. રવિવારે દિલ્લી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં આંધી-તોફાન આવ્યુ અને ક્યાંક-ક્યાંક તો વિજળી પડવાની પણ ઘટનાઓ બની જેનાથી પાકને નુકશન થયુ છે. યુપીમાં આંધી અને વરસાદે મોટપાયે જાનહાનિ કરી છે. માહિતી મુજબ વિજળી પડવાથી 14 લોકોના મોત થયા છે. ભારતીય હવામાન વિભાગને આગલા ત્રણ દિવસો સુધી દેશના ઘણા રાજ્યોમાં હવામાન આવુ જ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

દેશમાં ઘણી જગ્યાઓએ બગડશે હવામાન
જો કે રિજનલ વેધર સેન્ટર દિલ્લીના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ.કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ કે અમુક જગ્યાઓએ રાહતની આશા છે. આઈએમડીના જણાવ્યા અનુસાર દિલ્લીમાં હળવા વરસાદની સંભાવના છે અને મંગળવારે અહીં હવામાન સૂકૂ રહેશે પરંતુ ઉત્તરાખંડમાં કરાવૃષ્ટિ થઈ શકે છે અને આગલા 24 કલાક દરમિયાન દેશની ઘણી જગ્યાઓએ હવામાનનો મિજાજ ખરાબ રહેવાની સંભાવના છે.

રાજસ્થાન-ગુજરાતમાં આવી શકે છે આંધી
આઈએમડીએ દિલ્લી, એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી ઓરિસ્સા, અંદમાન અને નિકોબાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, તટીય આંધ્રપ્રદેશ, આંતરિક તમિલનાડુમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. વળી, રાજસ્થાન અને ગુજરાતના લોકોને પણ આંધીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

અહીં થઈ શકે છે ભારે વરસાદ
વળી, સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આગલા 24 કલાક દરમિયાન દેશના ઘણા ભાગોમાં આંધી-તોફાન આવવાની આશંકા છે. વેબસાઈટના જણાવ્યા મુજબ કેરળ અને દક્ષિણ-આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક-બે સ્થળોએ પણ ભારે વરસાદના અણસાર છે. વળી, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્યના અમુક ભાગો અને વિદર્ભમાં ધૂળ ભરેલી આંધી અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. તટીય આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે.

અહીં 13 અને 14 મેના રોજ વરસાદ થઈ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભ અને ઉત્તરી પશ્ચિમી હવાની અસર આગલા ત્રણ દિવસ સુધી પહાડો પર અને દિલ્લીની આસપાસના મેદાની વિસ્તારોમાં આવી જ રહેશે. સોમવારે પણ આંશિક રીતે વાદળો છવાયેલા રહેવા અને હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ કે આગલા 24 કલાકમાં કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વળી, કર્ણાટકના તટીય વિસ્તારોમાં 13 અને 14 મેના રોજ વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં 4213 નવા કેસ, કુલ સક્રમિતોની સંખ્યા 67 હજારથી વધુ