For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદને કારણે મુંબઇ જળબંબાકાર, હાઇ ટાઇડની ચેતવણી

મુંબઇમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત, વાહન-વ્યવહાર પણ ઠપ્પ

By Shachi
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના થાણે અને બાંદ્રામાં મંગળવારે ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે બાંદ્રા રેલ્વે સ્ટેશન પર સિગ્નલ પણ કામ કરતું બંધ થઇ ગયું હતું, જેને કારણે 15 મિનિટ સુધી લોક ટ્રેન સેવા ઠપ્પ થઇ ગઇ હતી. લોકલ ટ્રેન ઉપરાંત વિમાન યાત્રા પર પણ ભારે વરસાદની અસર જોવા મળી હતી. હવામાન વિભાગ તરફથી મંગળવારે સાંજે 4.30 વાગ્યા સુધીમાં હાઇ ટાઇડની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

mumbai

ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગત અઠવાડિયે પણ શનિવાર સવારથી લઇને સોમવારે મોડી સાંજ સુધી વરસાદ સતત ચાલુ રહ્યો હતો. સતત વરસતા વરસાદને કારણે મુંબઇમાં વાહન વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ હતી. મુંબઇના હિંદમાતા વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણ પાણી ભરાયા હતા. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કોલાબામાં આવનારા 24 કલાકની અંદર અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

કોલાબામાં રવિવારે સવારે 8 વાગ્યાથી લઇને સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં 102 મિમી વરસાદ નોંધાયો છે, વર્લીમાં 63.75 મિમી, ભાંડુપમાં 90.63 મિમી અને વિકરોલીમાં 111.96 મિમી વરસાદ નોંધાયો છે. શહેરની ટ્રાફિક પોલીસ વાહન-વ્યવહાર સામાન્ય કરવા માટે સતત કાર્યરત છે. બીએમસી અનુસાર, છેલ્લા 24 કલાકોમાં ભારે વરસાદને કારણે કેટલીક દુર્ઘટનાઓ પણ ઘટી છે. બીએમસી અનુસાર, 3 સ્થળોએ દિવાલ પડી ભાંગી છે, 16 સ્થળોએ શોર્ટ સર્કિટ થયા છે અને 23 જગ્યાઓએ ભારે વરસાદના કારણે વૃક્ષો ધારાશાયી થયા છે.

English summary
Heavy rain stops the lifeline of Mumbai local trains on halt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X