• search

ચેન્નઇ જળબંબાકાર: સેના મદદે આવી તો લોકોએ ખોલ્યા લોકો માટે દ્વાર

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ચેન્નઇના વરસાદે તેના 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. ભારે વરસાદે ચેન્નઇ અને તમિલનાડુના અનેક વિસ્તારને ટાપુમાં ફેરવી દીધા છે. જીનજીવન જ્યાં અસ્તવ્યસ્ત થયું છે ત્યાં જ સેના અને નેવીના જવાનો અને પોલિસ લોકોની અથાગ મદદ કરી રહી છે. નોંધનીય છે કે વરસાદના કારણે અત્યાર સુધીમાં 188 લોકોની મોત થઇ છે. પાછલા ત્રણ અઠવાડિયાથી ચેન્નઇમાં મેધતાંડવે ચેન્નઇને કર્યું છે જળબંબાકાર.

  વધુમાં એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયું છે જેના રન વે પર એરપ્લોનના પૈડા સુધી પાણી ભરાઇ જતા 700 જેટલા યાત્રીઓ એરપોર્ટ પર ફસાયા છે. અને 15થી વધુ ટ્રેનો રદ્દ થઇ છે. તો બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ કેન્દ્ર સરકાર તરફથી તમિલનાડુને દરેક સભંવ મદદ કરવાની બાહેંધરી આપી છે.

   

  વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા જોડે ફોન પર વાત કરીને સ્થિતિની જાણકારી મેળવી છે. નોંધનીય છે કે પાછલા ત્રણ દિવસથી ચેન્નઇના તમામ સ્કૂલ અને કોલેજને તકેદારીના ધોરણે બંધ કરી દેવામાં આવી છે. વધુમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ, ટ્રેન માર્ગ ને ભારે નુક્શાન પહોંચ્યું છે. ત્યારે ચેન્નઇ જળબંબાકારની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

  ચેન્નઇ જળબંબાકાર
    

  ચેન્નઇ જળબંબાકાર

  ચેન્નઇ જળબંબાકાર થઇ ગયું છે. ચેન્નઇના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. રસ્તામાં પાછલા કેટલાય દિવસ સુધી પાણી જ પાણી છે.

  જ્યાં જુઓ ત્યાં પાણી
    

  જ્યાં જુઓ ત્યાં પાણી

  ચેન્નઇની ખરાબ હાલતને જોતા ચેન્નઇમાંન એનડીઆરએફની કુલ 10 ટીમો ધટનાસ્થળે મોકલવામાં આવી છે. તેના બે ઉપનગરીય વિસ્તારોમાં યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કાર્યક્રમ થઇ રહ્યો છે.

  સેના ઉતરી મદદે
    

  સેના ઉતરી મદદે

  સેનાની ગૈરિસન ઇનફેન્ટી બટાલિયનની બે ટુકડીઓ તામ્બરમ અને ઓરાપક્કમમાં બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.

  લશ્કરની મદદ લેવાઇ
    
   

  લશ્કરની મદદ લેવાઇ

  ચેન્નઇના સાદિયાપેટ ક્ષેત્રમાં નીચાળ વાળા વિસ્તારોમાંથી લોકોને બહાર નીકાળવા માટે નેવીની મદદ લેવામાં આવી છે. વળી કોસ્ટગાર્ડને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

  હવામાન વિભાગ
    

  હવામાન વિભાગ

  હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ ચાર દિવસ સુધી રાજ્યભરમાં ભારે વરસાદ આજ રીતે વરસતો રહેશે. જેના કારણે આવનારા સમયમાં સ્થિતિ વધુ કથળશે.

  લોકો મદદ માટે ખોલ્યા ઘરના દ્વાર
    

  લોકો મદદ માટે ખોલ્યા ઘરના દ્વાર

  ફ્લેટમાં રહેતા લોકોને પણ ભારે મુસીબત વેઠવી પડી છે ફ્લેટના પહેલા માળ સુધી પાણી ભરતા અનેક લોકો બીજા કે ત્રીજા માળમાં રહેવા ગયા છે. તો લોકોએ પણ બીજા લોકો માટે પોતાના ઘરના દ્વાર ખોલ્યા છે.

  સરકારી હોસ્પિટલ ખાલી કરાવાઇ
    

  સરકારી હોસ્પિટલ ખાલી કરાવાઇ

  સરકારી હોસ્પિટલમાં પણ પાણી ભરાતા તંત્ર દ્વારા દર્દીઓને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  દર્દીઓની હાલત કફોડી
    

  દર્દીઓની હાલત કફોડી

  ત્યારે પૂર અને ભારે વરસાદની આ કફોડી સ્થિતીમાં દર્દીઓની હાલત વધુ દયનીય બની છે. તેમાં પણ જે ગંભીર રીતે બિમાર છે અને જેને હાલમાં જ બાળકને જન્મ આપ્યો છે તેવા દર્દીઓને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે

  જયલલિતા કરી સમીક્ષા
    

  જયલલિતા કરી સમીક્ષા

  ત્યારે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ પણ સ્થિતિ સમીક્ષા કરીને તંત્રને સાબદુ કરી સ્થિતિને સંભાળવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

  એરપોર્ટ ટ્રેન રદ્દ
    

  એરપોર્ટ ટ્રેન રદ્દ

  તટીય વિસ્તારો ક્યાંય સુધી અંદર પાણી આવી ગયું છે. એરપોર્ટ પણ પાણીમાં ગરકાવ થયું છે તો ટ્રેનોના પાટા પણ પાણીમાં ગરકાવ થયા છે.

  બોટ દ્વારા લોકોને ખસેડાયા
    

  બોટ દ્વારા લોકોને ખસેડાયા

  રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થતા બોટથી લોકોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે.

  English summary
  Heavy rain in Tamilnadu creates havoc in Chennai. Till now 188 people have been died and many are stranded.
  Please Wait while comments are loading...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more