For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત

ફરીથી એકવાર ખરાબ હવામાનના કારણે બાબા અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ફરીથી એકવાર ખરાબ હવામાનના કારણે બાબા અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે રસ્તો સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો છે. આ જ કારણે અમરનાથ યાત્રાને બાલટાલ અને પહેલગામ બંને જગ્યાએ સ્થગિત કરી દેવામાં આવી છે. બંને માર્ગોમાં હેલિકોપ્ટરની સેવા પણ બંધ છે.

Amarnath yatra

યાત્રાને વચ્ચે જ રોકી દેવાતા હજારો શ્રધ્ધાળુઓ બાલટાલ અને પહેલગામમા ફસાઈ ગયા છે. હાલમાં તેમને રાહત શિબિરોમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 28 જૂને શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 60,752 તીર્થયાત્રીઓએ દર્શન કર્યા છે અને આજે સવારે જમ્મુ કાશ્મીર સ્થિત આધાર શિબિર યાત્રી નિવાસ ભગવતી નગરથી 3708 શ્રધ્ધાળુઓનો સાતમુ જૂથ પહેલગામ અને બાલટાલ માટે રવાના થયુ છે.

પોલિસનું કહેવુ છે કે વરસાદ અને લપસણા રસ્તાને કારણે યાત્રા બાલટાલ અને પહેલગામ બંને આધાર શિબિરોમાં રોકી દેવામાં આવી છે. આજે જ બાલટાલ માર્ગ પર બરારીમાર્ગ પર હૈદરાબાદની લક્ષ્મી નામની એક મહિલાનું મોત નીપજ્યુ છે. બરારી માર્ગ અને રેલપત્રી વચ્ચે કાલે રાતે ભૂસ્ખલનમા ત્રણ યાત્રીઓના મોત નીપજ્યા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. નોંધનીય છે કે 8 દિવસ પહેલા શરૂ થયેલી આ પવિત્ર યાત્રામા અત્યાર સુધીમાં 11 લોકોના મોત નીપજ્યા છે. આ તીર્થયાત્રા 28 જૂને શરૂ થઈ હતી અને 26 ઓગસ્ટે સમાપ્ત થશે.

English summary
Heavy rainfall in Kashmir has prompted the authorities to halt the Amarnath Yatra along Baltal and Pahalgam routes on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X