For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂરની આ તસવીરો બતાવે છે કે કુદરત આગળ વામણી છે માનવજાત

|
Google Oneindia Gujarati News

ભારે વરસાદ અને પૂરે સમગ્ર ઉત્તર ભારતને તેની ઝપેટમાં લીધુ છે કોમેન નામના ચક્રવાતના લીધે જ્યાં પશ્ચિમ બંગાળ અને મણિપુરમાં અનેક વિસ્તારોમાં લોકો ઘરથી બેઘર થયા છે. ત્યાં જ ગુજરાત, રાજસ્થાન પણ જ્યાં 12 મહિનામાં ધણીના ચાર દિવસ વરસાદ પડનાર વિસ્તારોમાં ભારે વરસાદ પડતા, આ વિસ્તારો જળબેટમાં ફેરવાઇ ગયા છે.

વધુમાં જમ્મુ કાશ્મીરમાં આભ ફાટતા એક આખુ ગામ તણાઇ ગયું છે. તો વળી લેહમાં પણ વરસાદે નદીઓનું લેવલ વધારી લોકોની ચિંતા વધારી દીધી છે. અનેક વિસ્તારોમાં સેનાએ બચાવ કામગિરી હાથ ધરી છે.

તો વળી મણિપુરના ત્રણ દશકા બાદ લોકોએ પહેલી વાર પૂરની ભયાવહતા જોઇ છે. ત્યારે કુદરતના આ કહેરની સામાન્ય જનજીવન તો ખોરવાયું છે જાનમાલને પણ મોટાપ્રમાણમાં નુક્શાન થયું છે. ત્યારે શનિવારથી પડી રહેલા આ વરસાદે સમગ્ર ઉત્તર ભારતમાં કેવા કહેર વર્તાવ્યો છે. જુઓ આ તસવીરોમાં...

ખેડા, ગુજરાત

ખેડા, ગુજરાત

ભારે વરસાદ અને જમીન ધોવાણના લીધે ખેડા- ધોળકા હાઇવેના આ હાલ કરી દીધા છે.

બનાસકાંઠા, ગુજરાત

બનાસકાંઠા, ગુજરાત

ગુજરાતના 14 જિલ્લામાં પૂરની સ્થિતિ છે, જેમાં બનાસકાંઠા અને પાટણ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. લશ્કરની 24 ટીમોને રાજ્ય સરકારે બચાવ કામગિરી માટે મોકલી છે. આ પૂરના લીધે 40 લાખ લોકો પ્રભાવિત થયા છે.

ધાનેરા, ગુજરાત

ધાનેરા, ગુજરાત

શિરોહી જિલ્લામાં આવેલા ધાનેરા પાસેના રેલ્વે ટ્રેકના આ હાલ છે. જમીન ધોવાણના લીધે આ ટ્રેક હવે કંઇક આ રીતે હવામાં લટકે છે.

મણિપુરમાં રસ્તો બન્યો નદી

મણિપુરમાં રસ્તો બન્યો નદી

મણિપુરમાં ત્રણ દસકા બાદ લોકોએ આવું પૂર જોયું. ત્યારે થોબલ જિલ્લા આ રસ્તા ગાંડીતૂર નદીના પટ જેવા લાગી રહ્યા છે. જેની પરથી લોકો સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે.

મણિપુરમાં ત્રણ લોકોના મોત

મણિપુરમાં ત્રણ લોકોના મોત

મણિપુરનો થોબલ વિસ્તાર આ પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. ત્યારે કેટલાક લોકો પાણીમાં તણાઇ રહેલી જીપને નીકાળવાનો પ્રયાસ કરે છે

અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ

અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ

અલ્હાબાદમાં ભારે વરસાદ બાદ ગંગા નદીના પાણીએ અનેક વિસ્તારોને જળબેટમાં ફેરવી દીધા છે.

અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ

અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ

ગંગા રક્ષા જીવન, અલ્હાબાદના આ ફોટોમાં બ્લુ અક્ષરોથી લખેલું આ વાક્ય બતાવે છે કે ગંગા જીવન આપનારી પણ છે અને જીવન લેનારી પણ.

હાવડા, પશ્ચિમ બંગાળ

હાવડા, પશ્ચિમ બંગાળ

કોમેન ચક્રવાતના કારણે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ત્યારે હાવડા વિસ્તારના રહેવાસીઓના મકાન પાણીમાં ડૂબતા લોકો તરાપા પર તેમનો સામાન લઇ જઇ રહ્યા છે.

કોલકત્તા

કોલકત્તા

કોલકત્તાનું રેલ્વે સ્ટેશન જ્યાં પાણી ભરાતા રેલ સેવા ઠપ્પ થઇ ગઇ છે.

કોલકત્તા

કોલકત્તા

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 55 લોકોની મોત થઇ છે.

મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળ

મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળ

ત્યારે આ ભારે વરસાદ સામે આ માટીના ઘરો ક્યાં સુધી ટકી રહેશે તે સવાલ છે.

ભગવાનના ધામમાં પણ પાણી

ભગવાનના ધામમાં પણ પાણી

પશ્ચિમ બંગાળના નાડિયા વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરના પાણી ભરાતા હરિભક્તો સલામત સ્થળે જઇ રહ્યા છે.

રસ્તા તૂટ્યા બન્યા નદી

રસ્તા તૂટ્યા બન્યા નદી

પશ્ચિમ મિદનાપુરમાં 60માં રાષ્ટ્રીય ધોરીમાર્ગની આ હાલત પૂરની ભયાવહતા બતાવે છે.

પાણીમાં પણ મસ્તી

પાણીમાં પણ મસ્તી

ત્યારે પશ્ચિમ બંગાળના કોલકત્તામાં કાલીધાટ વિસ્તારમાં લોકો રસ્તા પર પાણી ભરાતા કંઇક આ રીતે પાણીમાં મસ્તી કરી રહ્યા છે.

English summary
Heavy Rains hit several parts of india over 100 people killed lakhs affected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X