For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નાઇ-બેગ્લોરમાં ભારે વરસાદ, પાણીમાં ડૂબેલા રસ્તા પર ચાલી રહી છે હોડીઓ

પડોશી આંધ્રપ્રદેશના ચિત્તૂર શહેરમાંથી વધુ પાણીનો પ્રવાહ પણ પૂરનું કારણ બન્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા ઉત્તર ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં બોટ તૈનાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને અન્ય સ્થળોએ છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે. રવિવારની રાત્રે દક્ષિણ ભારતના ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યા બાદ કર્ણાટકના પાટનગર બેંગ્લોર અને ઉત્તર ચેન્નાઈના મનાલી વિસ્તારના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને કારણે તમિલનાડુની રાજધાની ચેન્નાઈના મનાલી વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે કોસ્થલાઈર નદીમાં પાણી ભરાઈ ગયા બાદ ઉત્તર ચેન્નાઈને અડીને આવેલા કેટલાક ભાગો પાણીથી તરબોળ થઈ ગયા છે. આવા સમયે પડોશી આંધ્રપ્રદેશના ચિત્તૂર શહેરમાંથી વધુ પાણીનો પ્રવાહ પણ પૂરનું કારણ બન્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા ઉત્તર ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં બોટ તૈનાત કરવામાં આવી છે. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના પૂંડી જળાશયમાંથી પાણીનો નિકાલ પણ ઘટશે, એમ અધિકારીઓએ સોમવારના રોજ ​જણાવ્યું હતું.

તળાવ ઓવરફ્લો થવાથી પાટનગર ડૂબ્યા

તળાવ ઓવરફ્લો થવાથી પાટનગર ડૂબ્યા

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં અવિરત વરસાદને કારણે અલાસન્દ્રા તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું. જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે.

આસાથે તળાવની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. રવીવારની રાત્રે વરસાદના કારણે ઉત્તર બેંગ્લોરમાં અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. બેંગ્લોરઉપરાંત કર્ણાટકના ઘણા વિસ્તારો ભારે વરસાદ બાદ પાણીમાં ડૂબી ગયા છે.

બેંગ્લોરના આ વિસ્તારો પૂરથી પ્રભાવિત

બેંગ્લોરના આ વિસ્તારો પૂરથી પ્રભાવિત

બેંગ્લોરના યેલાહંકા, નાગાવારા, કોગીલુ ક્રોસ અને વિદ્યારણ્યપુરા વિસ્તારો ખાસ કરીને વરસાદથી પ્રભાવિત થયા હતા.

યેલાહંકામાં એકલા છેલ્લા 24 કલાકમાં 153 મીમીવરસાદ પડ્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા હતા.

કોગીલુ ક્રોસથી કેન્દ્રીય વિહાર એપાર્ટમેન્ટ વિસ્તાર, વેંકટાલા ગામ સુધી પાણી ભરાઈ ગયાછે.

આ કારણે ભરાયા પાણી

આ કારણે ભરાયા પાણી

BBMPના ચીફ કમિશનર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિ માટે 8 ફૂટનો સ્ટ્રોમવોટર ડ્રેઇન અપૂરતો છે. અમે જરૂરી 30-40 ફૂટ પહોળા ગટર પર કામકરી રહ્યા છીએ, ખાસ કરીને આરસીસી સિમેન્ટ અને કોંક્રીટની દિવાલો સાથે, જેથી પાણી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ન જાય.

English summary
Floods in Bangalore and Chennai after torrential rains, roads submerged in water, boats floating.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X