ભારે વરસાદને કારણે બેંગ્લોર પરેશાન, કર્ણાટકમાં 5 લોકોની મૌત
દક્ષિણ ભારતમાં ચોમાસાએ કહેર સર્જ્યો છે. કર્ણાટક- કેરળ અને તામિલનાડુ ગઈકાલથી ભારે વરસાદનો અનુભવ કરી રહ્યા છે અને પરિસ્થિતિ પૂર જેવી બની ગઈ છે. ભારે વરસાદના કારણે અનેક નદીઓ ઉફાન પર છે. સૌથી ખરાબ પરિસ્થિતિ ઉત્તર કર્ણાટક અને તમિલનાડુની છે. વરસાદને કારણે લોકો ખૂબ જ પરેશાન થયા છે, લોકોને ખસેડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ સુધી આટલો ભારે વરસાદ પડશે.

વરસાદને કારણે કર્ણાટક પરેશાન
વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે વરસાદને કારણે કર્ણાટક ખરાબ રીતે વ્યથિત છે. કર્ણાટકમાં વરસાદને કારણે બે બાળકો સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. એટલું જ નહીં પરંતુ પડોશી રાજ્ય તામિલનાડુમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. અહીંના રામાનાથપુરમની તમામ શાળાઓ અને કોલેજો આજે બંધ કરી દેવામાં આવી છે. અહીં અને કેરળમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

બેંગ્લોરમાં વરસાદનો કહેર ચાલુ છે
કર્ણાટકની રાજધાની, બેંગ્લોર સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોના રોજિંદા જીવનને અસર થઇ રહી છે. તમને જણાવી દઇએ કે એક દિવસ પહેલા આઇએમડીએ કેરળના તિરુવનંતપુરમ, એર્નાકુલમ, થ્રિસુર, ઇડુક્કી, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદની આગાહી કરી હતી અને આ માછીમારોને કેરળમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. મુખ્યમંત્રી પિનરાય વિજને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

કેરળ રેડ એલર્ટ પર
કેરળમાં ભારે વરસાદને કારણે આવનારી 22 અને 23 ઓક્ટોબરના દિવસે પૂર જેવી સ્થિતિ પેદા થઇ શકે છે. બીજી બાજુ સ્કાયમેટ ઘ્વારા પણ લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે આવનારા બે ત્રણ દિવસ કર્ણાટક, તામિલનાડુ, પોન્ડિચેરી અને કરાઇકાલમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
કેરળમાં રેડ એલર્ટ, તમિલનાડુ-કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ