ઉત્તરાખંડઃ 6 યાત્રીઓને લઈ જઈ રહેલ હેલિકોપ્ટર ક્રેશ, તમામ યાત્રી સુરક્ષિત
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના કેદારનાથમાં સોમવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. ઘટનામાં છ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. અકસ્માત કેદારનાથ હેલિપેડ પર થયો. યૂટી એર હેલિકોપ્ટર ટેક ઑફ કરતાં જ સંતુલન ગુમાવી બેઠું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હેલિકોપ્ટરનો પાછળનો ભાગ જમીન સાથે ટકરાયો હતો. જણાવી દઈએ કે અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 યાત્રીઓ સવાર હતા. જો કે, તમામ યાત્રીઓ સુરક્ષિત છે. તેમને સામાન્ય ઈજા પહોંચી છે. હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઘટના સોમવારે સવારે સાડા અગ્યાર વાગ્યાની જણાવવામાં આવી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલ બચાવ દળે તમામ યાત્રીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા છે. હાલમાં જ પૂર અને વરસાદ દરમિયાન પણ ઉત્તરાખંડમાં એક પછી એક કેલાય પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. દરમિયાન કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ખાસ કરીને કેદારનાથમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.
દેશમાં 500 આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે: બિપિન રાવત