For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાં, VVIP ચોપર ડીલમાં પૈસાની લેણદેણ થઇ છે: રક્ષા મંત્રી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sp-tyagi-chopper
નવી દિલ્હી, 25 માર્ચ: અગસ્તા-વેસ્ટલેંડ હેલિકોપ્ટર ડીલ પર રક્ષા મંત્રી એ કે એંટનીએ કડક તપાસ કરવાની વાત કરી છે, તેમને કહ્યું હતું કે મને લાગે છે કે આ ડીલમાં કોઇએ પૈસા લીધા છે.

તેમને કેરલના કોચ્ચિમાં આ વાત સ્વિકારી હતી કે અગસ્તા વેસ્ટલેંડ હેલિકોપ્ટર ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે. એ કે એંટનીએ કહ્યું હતું કે આ ડીલમાં મને લાગે છે કે ભ્રષ્ટાચાર હેઠળ કોઇએ પૈસા લીધા છે. તેમને ભારપૂર્વક કહ્યું હતું કે સીબીઆઇ કેસની તપાસ કરી રહી છે અને વીવીઆઇપી હેલિકોપ્ટર ડીલમાં જે પણ ગુનેગાર છે તેમને છોડવામાં નહી આવે.

આ દરમિયાન સીબીઆઇએ એંગ્લો-ઇટાલીયન કંપની અગસ્તા વેસ્ટલેંડની સાથે હેલિકોપ્ટર ખરીદી સોદામાં 362 કરોડ રૂપિયાની લાંચના આરોપીની તપાસના સંબંધમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ EDને સોંપવામાં આવેલ છે. અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇને રક્ષા મંત્રાલય તથા ઇટલીથી 3,600 કરોડ રૂપિયાના આ સોદા સંબંધીમાં કેટલાક મહત્વપુર્ણ દસ્તાવેજ મળ્યા છે. એજન્સીના અધિકારી આ દસ્તાવેજોની તપાસ કરી રહ્યાં છે.

સીબીઆઇ આ મુદ્દે પૂર્વ વાયુએસના પ્રમુખ એસપી ત્યાગી, તેમના ત્રણ ભત્રીજા, યુરોપીયન વચોટિયા તથા ચાર કંપનીઓ સહિત 11 લોકો વિરૂદ્ધ પ્રાથમિક તપાસનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એજન્સીને શંકા છે કે 362 કરોડ રૂપિયાની લાંચમાં કેટલોક ભાગ ભારતીય નાગરિકોને ટ્યૂનીશિયા તથા મારેસિયસના માધ્યમથી મોકલવામાં આવેલ હતો.

English summary
AK Antony on Monday confirmed that corruption had taken place in the controversial helicopter deal with Italian company AgustaWestland.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X