For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીરિયડ્ઝ નહિ પરંતુ આ હતુ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ?

મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ પીરિયડ્ઝ નહિ પરંતુ અયપ્પા સ્વામી પોતે છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં સબરીમાલા મંદિર વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જ્યાં એક તરફ કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે ઉભી છે ત્યાં બીજી તરફ મોટી સંખ્યામાં સંગઠન અને લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. સબરીમાલા મંદિરમાં રજસ્વલા છોકરીઓ અને મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલિસ દ્વારા બળ પ્રયોગ કરાયા બાદ મંદિર જવાના મુખ્ય રસ્તા નિલક્કલમાં બુધવારની સવારે વાતાવરણ તણાવપૂર્ણ થઈ ગયુ છે. પોલિસે આ મામલે અત્યાર સુધી 50 લોકોની ધરપકડ કરી છે. જેમાં ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ પણ શામેલ છે.

આ પણ વાંચોઃ સબરીમાલા પર સંગ્રામઃ દક્ષિણમાં પગપેસારો કરવાનો ભાજપ માટે સારો મોકોઆ પણ વાંચોઃ સબરીમાલા પર સંગ્રામઃ દક્ષિણમાં પગપેસારો કરવાનો ભાજપ માટે સારો મોકો

વિરોધનું શું છે કારણ?

વિરોધનું શું છે કારણ?

પરંપરા અનુસાર લોકો આનું કારણ મહિલાઓના પીરિયડ્ઝ એટલે કે માસિક ધર્મ જણાવે છે કારણકે મંદિરમાં પ્રવેશથી 40 દિવસ પહેલા દરેક વ્યક્તિને તમામ રીતે પોતાને પવિત્ર રાખવાના હોય છે અને મંદિર બોર્ડ અનુસાર પીરિયડ્ઝ મહિલાઓને અપવિત્ર કરી દે છે. એવામાં સતત 40 દિવસ પોતાને પવિત્ર રાખવા સંભવ નથી.

પરંતુ પીરિયડ્ઝ જ કારણ નથી

પરંતુ પીરિયડ્ઝ જ કારણ નથી

પરંતુ ફર્સ્ટપોસ્ટની વેબસાઈટ મુજબ મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ પીરિયડ્ઝ નહિ પરંતુ અયપ્પા સ્વામી પોતે છે કારણકે અયપ્પા અવિવાહિત છે અને તે પોતાના ભક્તોની પ્રાર્થનાઓ પર પૂરુ ધ્યાન આપવા ઈચ્છે છે. એટલા માટે મહિલાઓને અહીં આવવાથી રોકવામાં આવી હતી. તેમના પીરિયડ્ઝ સાથે લેવા-દેવા નથી પરંતુ બાદમાં ધર્મશાસ્ત્રીઓએ પોતાના નિયમ બનાવી લીધા.

સબરીમાલા મંદિરના કપાટ

સબરીમાલા મંદિરના કપાટ

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે સાંજે 5 વાગે સબરીમાલા મંદિરના કપાટ ખુલવાના છે જ્યાં બધી મહિલાઓ અને યુવતીઓ પ્રવેશ કરી શકશે. મંદિર સાથે જોડાયેલા લોકો અને સ્વામી અયપ્પાના અનુયાયી સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેમની આસ્થાની વિરુદ્ધ ગણાવી રહ્યા છે અને આના કારણે વિરોધ કરી રહ્યા છે. અયપ્પા સ્વામી મંદિરના દરવાજા પહેલી વાર આજે સાંજે ખુલશે અને 5 દિવસની માસિક પૂજા બાદ તે 22 ઓક્ટોબરે ફરીથી બંધ થઈ જશે.

શું હતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?

શું હતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?

સુપ્રીમ કોર્ટે 10 થી 50 વર્ષની મહિલાઓના મંદિરમાં પ્રવેશને રોકવાની સદીઓ જૂની પરંપરાને ખોટી ગણાવતા તેને ખતમ કરાવી દીધી હતી અને બધી ઉંમરની મહિલાઓને પ્રવેશ કરવાની પરવાનગી આપી હતી.

આ પણ વાંચોઃ લગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકીઆ પણ વાંચોઃ લગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકી

English summary
Police Detain People Protesting Against The Entry Of Women In Sabarimala , here are the reasons, Why were menstruating women not allowed in Sabarimala Temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X