For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીનો નવો અવતાર ભાજપ માટે મુસીબત બન્યો

રાહુલ ગાંધીએ પોતાને યોગ્ય અને ગંભીર નેતા તરીકે સ્થાપિત કરવા માટે છેલ્લી ચૂંટણીમાં ઘણી રેલીઓ કરી, જેનો પાર્ટીને ઘણો ફાયદો પણ થયો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબી સોશ્યિલ મીડિયા પર એક પાર્ટ ટાઈમ નેતા તરીકે છે, પરંતુ જે રીતે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીએ પોતાને રાજનીતિમાં ફૂલ ટાઈમ નેતા તરીકે સ્થાપિત કરવા માટે કમરતોડ મહેનત કરી છે તે તેમના સ્વભાવથી વિપરીત છે. રાહુલ ગાંધીએ પોતાને યોગ્ય અને ગંભીર નેતા તરીકે સ્થાપિત કરવા માટે છેલ્લી ચૂંટણીમાં ઘણી રેલીઓ કરી, જેનો પાર્ટીને ઘણો ફાયદો પણ થયો છે.

આ પણ વાંચો: 2019માં રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર બનાવવા પર થરુરનું મોટુ નિવેદન

બદલાયેલા રાહુલ ગાંધી

બદલાયેલા રાહુલ ગાંધી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આ વાત તરફ ઈશારો કરે છે કે રાહુલ ગાંધીની મહેનત અહીં રંગ લાવી છે. રાહુલ ગાંધીએ અહીં 5 દિવસમાં સતત રેલીઓ કરી હતી. કર્ણાટક ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછી ફક્ત 5 દિવસમાં 17 મેં દરમિયાન રાહુલ ગાંધી છત્તીસગઢ પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા પછી રાહુલ ગાંધીએ 36 કલાકમાં 800 કિલોમીટરની યાત્રા કરીને ઘણી સાર્વજનિક સભાઓ સંબોધિત કરી અને પાર્ટીના બધા જ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીનો આ અવતાર દરેક માટે નવો હતો. આ વાતની આશા પણ ના હતી કે રાહુલ ગાંધી પ્રચારમાં આટલા સક્રિય થઇ જશે.

નિર્ણાયક મૂડમાં રાહુલ ગાંધી

નિર્ણાયક મૂડમાં રાહુલ ગાંધી

આશા હતી કે કર્ણાટકની તાબડતોડ ચૂંટણી પ્રચાર પછી રાહુલ ગાંધી થોડા દિવસ માટે બ્રેક લેશે પરંતુ તેમને પોતાના સ્વભાવથી વિપરીત છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરી દીધું. ફક્ત છત્તીસગઢ જ નહીં પરંતુ બીજા રાજ્યોમાં પણ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર શરુ કરી દીધું છે. તેઓ ત્રણ વાર છત્તીસગઢ, છ વાર મધ્યપ્રદેશ અને ત્રણ વાર રાજસ્થાનમાં પ્રચાર અભિયાન કરી ચુક્યા છે. કર્ણાટક અને ગુજરાતમાં સારા પ્રદર્શન પછી રાહુલ ગાંધી આ રાજ્યોમાં પાર્ટીને જીત અપાવવા માટે જોરશોરથી મહેનત કરી રહ્યા છે.

2019 પર નજર

2019 પર નજર

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્રણ એવા અગત્યના હિન્દી ભાષી રાજ્યો છે, જ્યાં પાર્ટીએ વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે. આ ત્રણ રાજ્યો સિવાય મિઝોરમ અને તેલંગાણા પર નજર કરવામાં આવે તો અહીં 83 સીટો છે જેમાંથી 2014 દરમિયાન કોંગ્રેસને ફક્ત 5 સીટો મળી હતી. આવી હાલતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે.

English summary
Here is how changed Rahul Gandhi is the toughest task for BJP and Narendra Modi in coming polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X