જાણો આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું શું થયુ
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવાયા બાદ સુપ્રીમ કોર્ટમાં તેના વિરોધમાં તમામ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જારી કરી છે. કોર્ટે નોટિસ જારી કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને ફારુક અબ્દુલ્લા વિશે માહિતી માંગી છે અને આ બાબતે આગામી સુનાવણીની તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. કોર્ટે સાથે એ પણ કહ્યુ છે કે જલ્દીમાં જલ્દી ઘાટીમાં સામાન્ય સ્થિતિનો લાગુ કરવામાં આવે, સાથે દેશની સુરક્ષાનો પણ ખ્યાલ રાખવામાં આવે.

પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કસ્ટડીમાં ફારુક અબ્દુલ્લા
સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યુ કે ફારુક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કસ્ટડીમાં રાખ્યા છે. જોવાની વાત એ છે કે પીએસએ એક એવો કાયદો છે જેમાં કોઈની ધરપકડ કરીને સુનાવણી કર્યા વિના તેને બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. વાઈકો તરફથ અરજીમાં કહેવામાં આવ્યુ કે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ છે કે ફારુક અબ્દુલ્લા કોઈ પ્રકારની કસ્ટડીમાં નથી પરંતુ અમને તેમનુ ઠેકાણુ ખબર નથી. વાઈકોએ કહ્યુ કે અબ્દુલ્લાને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સીએમ અન્નાદુરઈની 111મી વર્ષગાંઠના પ્રસંગે 15 સપ્ટેમ્બરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો પરંતુ તે ત્યાં ન આવ્યા. તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારની વાત ન થઈ શકી.

શપથ પત્ર દાખલ કરવા માટે કહ્યુ, 30 સપ્ટેમ્બરે આગામી સુનાવણી
સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓ પર સુનાવણી કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને આ મામલે શપથ પત્ર દાખલ કરવા માટે કહ્યુ છે. કોર્ટે કહ્યુ છે કે કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ થશે. વળી, આ સમગ્ર મામલે સરકારનો પક્ષ રાખવા માટે અટર્ની જનરલ કે કે વેણુગોપાલ કોર્ટમાં હાજર થયા અને તેમણે સરકાર તરફથી કહ્યુ કે રાજ્યમાં લોકોના આરોગ્ય સંબંધી બધી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વાસ્તવમાં કાશ્મીર ટાઈમ્સની એક્ઝીક્યુટીવ એડિટર અનુરાધા ભસીને દાવો કર્યો હતો કે અહીં લોકોને આરોગ્ય સેવાઓ નથી મળી રહી જેના પર વેણુગોપાલે કહ્યુ કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. 5.5 લાખ લોકોએ પોતાને ઓપીમાં બતાવ્યા છે.
આ પણ વાંચોઃ ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનુ કમબેક?

વાઈકોએ દાખલ કરી હતી અરજી
તમને જણાવી દઈએ કે એમડીએમકે ચીફ વાઈકો સહિત ઘણા નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં આની સામે અરજી દાખલ કરી હતી. વાઈકોએ પોતાની અરજીમાં કહ્યુ છે કે નેશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાનો સંપર્ક નથી થઈ રહ્યો, તેમને જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ખતમ કરાયા બાદ હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. જેના પર કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જારી કરીને આ અંગે માહિતી માંગી છે.

ગુલામ નબી આઝાદને ઘાટીમાં જવાની પરવાનગી
કોર્ટે ગુલામ નબી આઝાદની અરજી પર સુનાવણી કરીને તેમને શ્રીનગર, બારામૂલા, અનંતનાગ અને જમ્મુ જવાની પરવાનગી આપી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યુ છે કે આ દરમિયાન ગુલામ નબી આઝાદ કોઈ પણ પ્રકારનુ રાજકીય ભાષણ નહિ આપી અને ના કોઈ જનસભાને સંબોધિત કરશે જેવુ કે ગુલામ નબી આઝાદે પોતે જ કોર્ટમાં કહ્યુ છે. તમને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીર બે વાર જવાની કોશિશ કરી છે પરંતુ બંને વાર તેમને એરપોર્ટથી જ પાછા મોકલી દેવામાં આવ્યા ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના પરિવારને મળવા માટે અનુમતિ આપવાની અપીલ કરી છે.

જરૂર પડી તો હું પણ કાશ્મીર જઈશઃ સીજેઆઈ
આટલુ જ નહિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે જો જરૂર પડી તો તે પોતે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. કોર્ટે કહ્યુ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘાટીની સ્થિતિને વહેલી તકે સામાન્ય કરે, સાથે એ વાતનુ પણ ધ્યાન રાખે કે દેશની સુરક્ષા જળવાઈ રહે.