For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ?' રાહુલે આપ્યો જવાબ

જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યુ કે શું આ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગીમાં પાર્ટીની અંદર ટકરાવ જોવા મળશે તો રાહુલે આનો જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જે રીતે કોંગ્રેસે જબરદસ્ત કમબેક કરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે તેનો શ્રેય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓ, ખેડૂતો, નાના દુકાનદારો અને નાના વેપારીઓને આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે હવે આ રાજ્યોમાં બદલાવનો સમય છે અને પાર્ટી આ દિશામાં કામ કરશે. વળી, જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યુ કે શું આ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગીમાં પાર્ટીની અંદર ટકરાવ જોવા મળશે તો રાહુલે કહ્યુ કે આ બહુ જ સરળતાથી થશે અને કોઈ પણ પ્રકારનો ટકરાવ જોવા મળશે નહિ.

આ પણ વાંચોઃ મિઝોરમ ચૂંટણી પરિણામ 2018: કંઈક આ રીતે મિઝોરમમાં ભાજપે ખાતુ ખોલ્યુઆ પણ વાંચોઃ મિઝોરમ ચૂંટણી પરિણામ 2018: કંઈક આ રીતે મિઝોરમમાં ભાજપે ખાતુ ખોલ્યુ

અન્ય પક્ષોને આપ્યા અભિનંદન

અન્ય પક્ષોને આપ્યા અભિનંદન

રાહુલ ગાંધીએ મિઝોરમ અને તેલંગાનામાં પાર્ટીની હાર સ્વીકાર કરીને અહીં જીતનારા પક્ષોને અભિનંદન આપ્યા છે. છત્તીસગઢમાં કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતથી ઘણી મોટી સંખ્યા મળી છે. જ્યારે રાજસ્થાનમાં પાર્ટીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બહુમતનો આંકડો મેળવ્યો છે. સરકાર રચવા માટે અન્ય દળો અને અપક્ષ ઉમેદવારોના સમર્થનની જરૂર પડશે. સતત ત્રીજી વાર છત્તીસગઢના મુખ્યમંત્રી રહેલા રમણ સિંહે રાજ્યમાં પોતાની હાર સ્વીકારીને હારની જવાબદારી લીધી છે.

અમે કોઈનો સફાયો નથી ઈચ્છતા

અમે કોઈનો સફાયો નથી ઈચ્છતા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 15 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી પરંતુ સતત ચૌથી વાર જીત જાળવી રાખવામાં ભાજપ સફળ થઈ શક્યુ નહિ અને રાજ્યમાં કોંગ્રેસે 15 વર્ષ બાદ કમબેક કર્યુ છે. ચૂંટણીના પરિણામો ઘોષિત થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે જે રાજ્યોમાં તેમની પાર્ટી સરકાર બનાવશે ત્યાંના મુખ્યમંત્રી શ્રેષ્ઠ કામોને આગળ વધારશે. રાહુલે કહ્યુ કે અમે કોઈનો પણ દેશમાંથી સફાયો નથી ઈચ્છતા.

કાંટાની ટક્કર જોવા મળી

કાંટાની ટક્કર જોવા મળી

મહત્વની વાત એ છે કે મંગળવારે દિવસભર મધ્ય પ્રદેશની સ્થિતિ અંગે અસમંજસ ચાલુ રહ્યુ. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર વચ્ચે મોડી રાત સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નહિ કે રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે. પરંતુ 22 કલાકો સુધી ચાલેલી મેરેથોન કાઉન્ટિંગ બાદ ચૂંટણી કમિશને ફાઈનલ પરિણામ જાહેર કર્યુ. જેમાં કોંગ્રેસના ખાતામાં 114 સીટો આવી જ્યારે ભાજપ પાસે 109 સીટો. વળી, બસપા પાસે 2 સીટો અને સપા પાસે 1 સીટ ગઈ.

English summary
Here is what Rahul Gandhi replied on who will be the CM in Madhya Pradesh Rajasthan and Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X