For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપવા અંગે રાજ્યપાલ પર ઉઠ્યા સવાલ

સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ કાયદાના જાણકાર કૌનિયન શેરિફે કહ્યુ કે સુપ્રિમ કોર્ટનો આભાર. સુપ્રિમ કોર્ટનો આ ચૂકાદો બે એવા ચૂકાદા પર નિર્ધારિત હતો જેને સુપ્રિમ કોર્ટની બેન્ચે 1998 માં પાસ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ માટે જે રીતે સુપ્રિમ કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો તે બાદ યેદિયુરપ્પા સરકારે રાજીનામુ આપી દીધુ. સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ કાયદાના જાણકાર કૌનિયન શેરિફે કહ્યુ કે સુપ્રિમ કોર્ટનો આભાર. સુપ્રિમ કોર્ટનો આ ચૂકાદો બે એવા ચૂકાદા પર નિર્ધારિત હતો જેને સુપ્રિમ કોર્ટની બેન્ચે 1998 માં પાસ કર્યો હતો. આમાં સીજેઆઈ એસસી અગ્રવાલ, કેટી થૉમસે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. આ જજોએ પોતાના ચૂકાદામાં કહ્યુ હતુ કે અમે બંને પક્ષોને સાંભળ્યા છે, 26 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશની વિધાનસભાનું સત્ર થશે, જેનો એકમાત્ર હેતુ ફ્લોર ટેસ્ટ કરાવવાનો છે. જેથી એ વાતની જાણકારી મળી શકે કે કયા પક્ષ પાસે બહુમત છે અને કયા પક્ષના મુખ્યમંત્રી હોવા જોઈએ. ત્યારબાદ 27 ફેબ્રુઆરીના રોજ આનો ચૂકાદો કોર્ટમાં સંભળાવવાનો હતો.

કલ્યાણ સિંહ સરકારનો ફ્લોર ટેસ્ટ

કલ્યાણ સિંહ સરકારનો ફ્લોર ટેસ્ટ

27 ફેબ્રુઆરી 1998માં કોર્ટને સ્પીકર દ્વારા જાણકારી આપવામાં આવી કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ શાંતિપૂર્વક થયો, ત્યારબાદ 225 વોટ કલ્યાણ સિંહને મળ્યા અને 196 વોટ જગદંબિકા પાલને મળ્યા. કોર્ટના આ ચૂકાદાના 20 વર્ષ બાદ ફરીથી એક વાર કર્ણાટકમાં સમય સીમાની અંદર યેદુરપ્પા સરકારને બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યુ પરંતુ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ. કોર્ટના ચૂકાદા બાદ ફરીથી એક વાર એ સાબિત થઈ ગયુ છે કે ચૂંટણી અને સંસદ સંબંધિત મુદ્દાઓ માટે કોર્ટ ખૂબ મહત્વની છે.

કર્ણાટકમાં રાજ્યપાલ પોતાની જવાબદારી ભૂલ્યા

કર્ણાટકમાં રાજ્યપાલ પોતાની જવાબદારી ભૂલ્યા

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈએ જે રીતે યેદુરપ્પા સરકારને 15 દિવસનો સમય બહુમત સાબિત કરવા માટે આપ્યો હતો તેના પર કેટી થોમસે કહ્યુ કે દરેક રાજ્યપાલ પોતાનું પદ ગ્રહણ કરતી વખતે શપથ લે છે કે તે પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે, પરંતુ હંમેશા આ પ્રકારની વાત સામે આવે છે જ્યારે રાજ્યપાલ રાજનીતિથી પ્રેરાઈને પોતાના નિર્ણય આપે છે. કર્ણાટક મામલે રાજ્યપાલે સૌથી મોટા પક્ષને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ પરંતુ તેઓ એ જોવાનું ભૂલી ગયા કે કયા સંગઠન પાસે સૌથી વધુ સીટ છે. એવામાં કહી શકાય કે આ મામલે રાજ્યપાલ તમામ ચીજોનું યોગ્ય આકલન ન કરી શક્યા અને તેમણે સ્થિતિ અનુસાર પોતાનો નિર્ણય ન લીધો.

મહાભિયોગનો પ્રસ્તાવ ખોટો

મહાભિયોગનો પ્રસ્તાવ ખોટો

જે રીતે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાના વિરોધમાં સંસદમાં કોંગ્રેસ મહાભિયોગનો પ્રસ્તાવ લઈને આવી તેના પર થૉમસે કહ્યુ કે ભારતમાં રાજકીય દળો સ્કૂલના બાળકોની જેમ છે. મારુ માનવુ છે કે કોંગ્રેસનો સીજેઆઈ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય અયોગ્ય હતો. તેમને કોઈએ ખોટી સલાહ આપી હતી. કોંગ્રેસના આ પગલાંએ ખોટુ ઉદાહરણ રજૂ કર્યુ. મે એક વકીલને કહ્યુ હતુ કે જે મહાભિયોગના પક્ષમાં હતા કે જો મહાભિયોગ લાવ્યા બાદ તે પાસ ન થાય તો આનાથી રાજકીય દળોને જ નુકશાન ન થતુ પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતની પ્રતિષ્ઠાને પણ નુકશાન થતુ.

English summary
here is what top jurist has say on karnataka floor test and the role of governor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X