• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપે હેમંત બિસ્વાને કેમ સોંપી આસામની કમાન, શું છે આગળનો પ્લાન

|
Google Oneindia Gujarati News

આસામમાં 2016 અથવા 2019 અથવા 2021માં પાર્ટીને કામયાબી અપાવવા બદલ ભાજપે ભેટ સ્વરૂપે હેમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બાનવી દીધા છે. પાર્ટીને તેમનાથી આગળ પણ ઘણી ઉમ્મીદો છે. તેઓ માત્ર આસામ માટે જ નહિ બલકે આખા ઉત્તર-પૂર્વમાં ભાજપ માટે લાંબી રેસનો ઘોડો સાબિત થઈ શકે છે. ભાજપે એમનમ જ પાંચ વર્ષ સરકાર ચલાવી સત્તામાં વાપસી કર્યા બાદ પણ સોનેવાલને એમનમ જ સીએમ ના બનાવવાનું જોખમ નથી લીધું. આ નિર્ણય પાછળ બહુદર્શી રણનીતિ છે, જે લોકસભા 2024 માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

ભાજપે હિંમત બિસ્વા સરમાને આસામની કમાન કેમ સોંપી?

ભાજપે હિંમત બિસ્વા સરમાને આસામની કમાન કેમ સોંપી?

આમ તો આસામ વિધાનસભા ચૂંટણીની શરૂઆતમાં જ ભાજપે જેવી રીતે તત્કાલીન મુખ્યમંત્રી સર્બાનંદ સોનેવાલને સીએમના ચહેરા તરીકે રજૂ નહોતા કર્યા અને હિંમત તરફથી મનાઈ બાદ પણ તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, ત્યારે જ લાગ્યું હતું કે પાર્ટી નેતૃત્વ કંઈક બીજી જ સોચ સાથે આગળ વધી રહ્યું છે. સરમા રાજનૈતિક શખ્સિયત છે, જેમણે 2016માં ભાજપને આસામમાં જીત અપાવવામાં તો મદદ કરી જ હતી સાથે જ આખા પૂર્વોત્તરમાં બિન-કોંગ્રેસી સરકારની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ‘હેમંત બિસ્વા સરમા રાજનૈતિક જરૂરતની પસંદ છે. જો કે સોનેવાલનું પ્રદર્શન પણ સારું રહ્યું અને તેમાન નેતૃત્વમાં પાર્ટી સત્તામાં ફરી, પરંતુ સરમાને આસામમાં 2016માં જીત અપાવવા, 2019માં આખા ઉત્તર-પૂર્વમાં પાર્ટીની ચૂંટણી કેમ્પેનની આગેવાની કરવા માટે પુરસ્કાર મળવાનો જ હતો, જે સંસદીય ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગિઓને ક્ષેત્રમાં સૌથી વધુ સાંસદ મળ્યા હતા.'

હેમંત બિસ્વા સરમાને સંઘના પણ આશીર્વાદ મળી ચૂક્યા છે

હેમંત બિસ્વા સરમાને સંઘના પણ આશીર્વાદ મળી ચૂક્યા છે

2015માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા હેમંત બિસ્વા સરમા પાછલા વર્ષોમાં આસામના હાર્ડલાઈનર નેતા બનીને ઉભર્યા છે, જેમને હવે પાર્ટીના વૈચારિક અભિભાવક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પણ આશીર્વાદ મળી ચૂક્યા છે. જેનું કારણ એ છે કે તેની મદદથી ભારતીય જનતા પાર્ટી આખા પૂર્વોત્તરમાં પોતાના પ્રભાવને યથાવત રાખવામાં સફળ રહી છે. ભાજપ નેતા મુજબ આખા વિસ્તારમાં એનડીએ સરકાર બનાવવામાં સરમાનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. તેમના આજુબાજુના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ સારા સંબંધ છે. હાલ હેમંત બિસ્વા સરમા નૉર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના પણ સંયોજક છે અને આ નાતે ક્ષેત્રના તમામ રાજ્યોના નેતાઓ સાથે તેઓ સતત સંપર્ક બનાવતા રહે છે.

હેમંત બિસ્વા સરમાને લઈ 2014 માટે છે મેગા પ્લાન

હેમંત બિસ્વા સરમાને લઈ 2014 માટે છે મેગા પ્લાન

સૌથી મોટી વાત એ છે કે સોનેવાલ મુખ્યમંત્રી રહેતાં પાર્ટી બીજીવાર સત્તામાં જરૂર ફરી, પરંતુ હકીકત તો એ છે કે પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો પર હેમંત બિસ્વા સરમાનો જ પ્રભાવ માનવામાં આવી રહ્યો છે. ભાજપ નેતાએ કહ્યું કે પાર્ટી નેતાઓને આ હકીકત માલૂમ હતી કે તેમના 60 ધારાસભ્યોમાંથી ઓછામા ઓછા 42 સરમાના સમર્થક છે. ધારાસભ્યોનું એક દળ તો ખુલ્લીને તેમના સમર્થનમાં આગળ આવી ગયું અને પાર્ટી નેતૃત્વને ચિઠ્ઠી પણ લખી દીધી હતી. પાર્ટી ઈચ્છે છે કે આસામમાં સ્થિરતા યથાવત રહે અને કોઈપણ પ્રકારના મતભેદની આશંકાને જગ્યા આપવાની કોઈ જરૂરત નગોતી. પાર્ટીને પશ્ચિમ બંગાળમાં તો ઝાટકો લાગી જ ચૂક્યો છે, આસામમાં સત્તા યથાવત રહેવાથી આખા પૂર્વોત્તર પર પકડ બનાવી રાખવી પણ સુનિશ્ચિત થશે. એટલે કે ભાજપ લીડરશિપે સરમાને તેમના કામનો પુરસ્કાર તો આપ્યો જ છે, 2024ના લોકશબા ચૂંટણી માટે અત્યારથી જ તેમના પર દાવ લગાવવામાં આવ્યો છે.

આસામના પહેલા બ્રાહ્મણ મુખ્યમંત્રી બન્યા હેમંત બિસ્વા સરમા

આસામના પહેલા બ્રાહ્મણ મુખ્યમંત્રી બન્યા હેમંત બિસ્વા સરમા

હાલના વર્ષોમાં આસામના મુખ્યમંત્રી ઉપરી આસામથી બનતા રહે છે, પરંતુ 52 વર્ષીય સરમા રાજ્યના પહેલા બ્રાહ્મણ મુખ્યમંત્રી હોવાની સાથોસાથ પશ્ચિમ આસામથી પણ આવે છે.

વર્ચ્યુઅલી થશે ખેડૂત આંદોલન, ખેડૂત નેતા 20મી મેના રોજ ઘોષણા કરી શકેવર્ચ્યુઅલી થશે ખેડૂત આંદોલન, ખેડૂત નેતા 20મી મેના રોજ ઘોષણા કરી શકે

અગાઉ 2015માં પણ તેમણે સીએમ બનવાની કોશિશ કરી હતી અને આસામના તત્કાલીન મુખ્યમંત્રી તરુણ ગોગોઈના નેતૃત્વને પડકાર આપ્યો હતો, પરંતુ ત્યારે સોનિયા ગાંધીના વફાદારોથી તેઓ ઝાટકો ખાઈ ગયા હતા અને તેમને પોતાના 10 સમર્થક ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવું પડ્યું હતું.

English summary
here is why bjp high command chose hiamnta biswa as CM of Assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X