• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તેલંગણામાં વહેલી ચૂંટણી કરાવવા કેમ મથી રહ્યા છે KCR?

|

હૈદરાબાદઃ તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે હાલની વિધાનસભાનું વિસર્જન કરીને તેલંગણામાં વહેલી ચૂંટણી કરાવવાના સંકેતો આપ્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ દેશનું નવાં રાજ્ય તેલંગણાની વિધાનસભાનું મોડામાં મોડી ગુરુવારે સવારે 6.45 વાગ્યે વિસર્જન કરવામાં આવી શકે છે. માહિતી મુજબ તેલંગણા સરકાર એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી સાથે કરાવવાના પક્ષમાં છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હજુ ચૂંટણીને 7-8 મહિનાનો સમય છે તો કેસીઆર આટલી જલદી વિધાનસભાનું વિસર્જન કરવા કેમ માગે છે?

2014માં અલગ રાજ્ય માટે આંદોલન ચલાવ્યું હોવા છતાં કે.સી.આર.ની પાર્ટી TRS 119 વિધાનસભા સીટમાંથી 63 સીટ જીતવામાં સફળ રહી હતી. 21 સીટ સાથે કોંગ્રેસ બીજા સ્થાને રહી જ્યારે TDP અને YSR અનુક્રમે 15 અને 3 સીટ માંડ માંડ મેળવી શકી. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની આગેવાનીમાં AIMM 7 અને ભાજપ 5 સીટ જ જીતી શક્યું હતું. કે. ચંદ્રશેખર રાવની નજીકના સૂત્રોએ વનઈન્ડિયાને જણાવ્યું કે ફરી કેસીઆર સરકાર ફરી પાવરમાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે તેમના માત્ર બે જ ઉદ્દેશ્ય છે, વધુ માર્જીનથી વિધાનસભા ચૂંટણી જીતવી અને બાદમાં લોકસભા 2019 પર ધ્યાન કેન્દ્રિત કરવું. જે દર્શાવે છે કે કેસીઆર 2018માં ચૂંટણી થાય તેવી આશા સેવતા હતા.

છેલ્લા કેટલાક મહિનાઓથી KCRએ રાષ્ટ્રીય પોલિટિક્સમાં વધુ રસ દાખવ્યો છે. અલ્ટરનેટ ફ્રન્ટ પર આવવાના કેસીઆરએ પ્રયત્ન પણ કર્યા પરંતુ પ્લાન સફળ ન થયો. કે ચંદ્રશેખર રાવએ સ્પષ્ટ પણ કહી દીધું હતું કે તેલંગણામાં કોંગ્રેસ તેમના પ્રાથમિક વિરોધી હોવાથી તેઓ કોંગ્રેસ પાર્ટી હશે તેવા કોઈપણ ફ્રન્ટમાં સામેલ નહીં થાય.

તાજેતરમાં કેસીઆર સતત ભાજપની નિકટ આવી રહ્યા છે. તેમણે પીએમ મોદી સાથે એક પછી એક 2 બેઠક કરી હતી. વધુમાં કેસીઆરની પાર્ટીએ લોકસભા તથા રાજ્યસભા દરમિયાન ડેપ્યૂટી ચેરમેનની પોસ્ટ માટેની ચૂંટણી અને અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાજપને સમર્થન આપ્યું હતું.

દક્ષિણ ભારતમાં પકડ જમાવવા માટે ભાજપ કોઈપણ કસર બાકી નથી રાખી રહ્યો ત્યારે રાવ મુખ્ય પ્લેયર સાબિત થઈ શકે તેનાથી કેસીઆર પરિચિત છે. કેસીઆર NDAનો ભાગ બનવા નહોતા માગતા પણ ચૂંટણી પછીના દ્રશ્ય જોતા તેઓ ભાજપને સમર્થન આપશે.

કે.ટી. રામા રાવે કહ્યું કે જો ચૂંટણીઓ વહેલી યોજવામાં આવે તો તેનાથી પક્ષને જ ફાયદો થશે. TRS પાર્ટી લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી જીતી શકે. ટીઆરએસનું એવું પણ માનવું છે કે વહેલી ચૂંટણી કરવાથી 2019માં પાર્ટનરશીપ કરવા માટે પાર્ટીને પૂરતો સમય મળી રહેશે. કેસીઆર બંને ચૂંટણી અલગ અલગ સમયે થાય તેવું ઈચ્છે છે જેથી તેમને બંને ચૂંટણીમાં સમય મળી રહે.

આ પણ વાંચો- ભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત, અમેરિકી મંત્રી પોપેયો-મેટીસ પહોંચ્યા દિલ્હી

English summary
The Chief Minister of Telangana, K Chandrasekhar Rao has dropped sufficient hints that he wants to dissolve the assembly and go in for early elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X