For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...ચોંકાવનારી છે આ નવી દુલ્હનની કહાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુરાદાબાદ, 28 એપ્રિલ: 'હંગામા હૈ ક્યોં બરપા, ચોરી તો નહી કી હૈ' ગઝલ અહીં યાદ આવી રહી છે, પરંતુ અહીં મામલો કંઇક બીજો છે. અહીં ઘર વસાવવા આવેલી નવી દુલ્હનનું ઘર ઉજાડીને જતી રહી. મામલો યુપીના મુરાદાબાદનો છે. બનિયાઠેર ગામ નિવાસી એક યુવકના લગ્ન 15 દિવસ પહેલાં જે યુવતી સાથે થયા હતા. તે બે દિવસ પહેલાં સાસરીયાઓને બેભાન કરી ઘરનો સામાન લપેટીને ફરાર થઇ ગઇ.

ગામના લગભગ 35 વર્ષીય યુવકે સમાથલ ગામ નિવાસી એક ગ્રામીણ સાથે પોતાના લગ્ન કરવાનું કહ્યું. 15 દિવસ પહેલાં બનિયાઠેરના યુવકના લગ્ન ઉત્તરાખંડમાં ઉધમ સિંહ નગર જિલ્લા અંતગર્ત કિચ્છા નિવાસી એક યુવતી સાથે થયા હતા.

લગ્ન પછી બે દિવસ પહેલાં પોતાની સાસરી બનિયાઠેરમાં રોકાણી અને ત્યારબાદ પિયર જતી રહી. ત્રણ દિવસ પહેલાં યુવતી પોતાની સાથે પોતાના માતા અને સંબંધી ભાભીને પોતાની સાસરી બનિયાઠેર લઇ આવી.

indian-bride

બનિયાઠેર નિવાસી સાસરીયાઓનો આરોપ છે કે દુલ્હને બધા ઘરવાળાઓને વિશ્વાસમાં લીધા અને બે દિવસ પહેલાં ખાવામાં કોઇ એવો પદાર્થ ભેળવી દિધો કે બધાને નશો થઇ ગયો. દુલ્હન પતિના ઘરનો બધો સામાન સમેટીને માતા સાથે ભાગી ગઇ. કોઇ કારણસર સાથે આવેલી તેની ભાભી બનિયાઠેરથી નિકળી શકી નહી. ગ્રામજનોને જ્યારે આખી ઘટનાની જાણ થઇ તો તેમણે દુલ્હનની ભાભીને રોકીને તેની સાથે પૂછપરછ શરૂ કરી દિધી.

રવિવારની સાંજે આ યુવતીને કોતવાલી પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવી. પોલીસ પણ કેસની તપાસ કરી રહી છે. કેસ પર આખા ગામમાં આશ્વર્ય છે કે દુલ્હને કેવી કર્યું આ કારનામુ અને પતિ તથા પરિવારજનો દુલ્હનની નિયતથી કેવી રીતે અજાણ રહ્યાં.

English summary
Here a newly married bride robbed the husband's home and ran away with robbed asset.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X