
ત્રિપુરામાં લઘુમતીઓ સાથે મારપીટ, સંપત્તિની તોડફોડના સમાચારો પર હાઈકોર્ટે માંગ્યો રિપોર્ટ
ગુવાહાટીઃ પૂર્વોત્તર ભારતના ત્રિપુરા રાજ્યમાં લઘુમતીઓને નિશાન બનાવવા અને તેમની સંપત્તિઓને નુકશાન પહોંચાડવાના સમાચારો બાદ હાઈકોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. મામલાનુ સંજ્ઞાન લઈને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઈંદ્રજીત મહંતી અને ન્યાયમૂર્તિ સુભાશીષ તલપાત્રાએ ત્રિપુરા સરકારને રાજ્યમાં લઘુમતીઓ સામે હિંસાની ઘટનાઓ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી સાંપ્રદાયિક પોસ્ટ સામે કાર્યવાહીની વ્યાખ્યા કરવાના નિર્દેશ આપ્યા જેને અધિકારીઓએ ધરમૂળથી ફગાવી દીધા હતા. હાઈકોર્ટે કહ્યુ છે કે આ વિશે સરકાર 10 નવેમ્બર સુધી વિસ્તૃત રિપોર્ટ જાહેર કરે.
હાઈકોર્ટે કહ્યુ, 'અમે રાજ્યને એવા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મો સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવાના નિર્દેશ આપીએ છીએ જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ પ્રકારના જૂઠ, કાલ્પનિક કે મનઘડંત સમાચારો, ફોટા કે વીડિયોને પ્રચારિત ન કરવામાં આવે. રાજ્યમાં હિંસા અને તોડફોડની ઘટનાઓ સાથે જોડાયેલા સમાચારો સાચા છે કે ખોટા...તેને સરકાર ગંભીરતાથી લે. હાઈકોર્ટ આજથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને પણ જવાબદારીથી કાર્ય કરવાનુ આહ્નાન કરે છે. મીડિયાએ પોતાની ગતિવિધિઓના એક હિસ્સા તરીકે સચ્ચાઈને પ્રકાશિત કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ તેનો સાંપ્રદાયિક સૌહાર્દ બગાડ્યા વિના કે જૂઠ ફેલાવવા માટે ઉપયોગ ન થવા દેવો જોઈએ.'
હાઈકોર્ટે ઉપરોક્ત વાતો ત્યારે કહી જ્યારે રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે એ જણાવવામાં આવ્યુ કે ધાર્મિક સ્થળો, વિશેષ રીતે લઘુમતીઓ સાથે સંબંધિત સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને નકલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ત્રિપુરા સરકારે એ પણ કહ્યુ હતુ કે, 'અમારે ત્યાં બહારના અમુક લોકોના ઝુંડે' સોશિયલ મીડિયા પર એક સળગતી મસ્જિદનો ફેક ફોટો અપલોડ કરીને રાજ્યમાં અશાંતિ ફેલાવવા અને છબી ખરાબ કરવાનુ ષડયંત્ર રચ્યુ હતુ. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી અને 9 અલગ-અલગ કેસ પણ નોંધવામાં આવ્યા છે.
સૂચના અને સંસ્કૃતિ મંત્રી સુશાંત ચૌધરીએ કહ્યુ કે પોલિસે તપાસમાં જોયુ કે ઉત્તરી ત્રિપુરા જિલ્લાના પાનીસાગર ઉપ-મંડલમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યા પ્રમાણે કોઈ પણ મસ્જિદ સળગાવવામાં આવી નથી. ચૌધરીએ એક વીડિયો સંદેશમાં કહ્યુ કે, 'પાનીસાગરમાં કોઈ પણ મસ્જિદને સળગાવવાની કોઈ ઘટના બની નથી. ત્રિપુરામાં અશાંતિ પેદા કરવા અને રાજ્યના બધા વર્ગોના લોકોને વિકાસની પ્રક્રિયાથી અટકાવવા માટે સાંપ્રદાયિક તણાવ ફેલાવનારા લોકોના સમૂહ દ્વારા 26 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અપલોડ કરવામાં આવ્યા હતા.' આ દરમિયાન પડોશી રાજ્ય આસામમાં પણ રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યુ છે અને જિલ્લા અધિકારીઓ પાસે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાને જોઈને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવા માટે કહ્યુ છે.