For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૉક્સો એક્ટમાં વિવાદિત ચુકાદા આપનાર બૉમ્બે હાઈકોર્ટના જજ પુષ્પાનો વધારાયો કાર્યકાળ

બૉમ્બે હાઈકોર્ટના જજ જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાનો અધિક ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બૉમ્બે હાઈકોર્ટના જજ જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાનો અધિક ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. હાલમાં જ જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાએ પૉક્સો(POCSO) એક્ટ હેઠળ બે ચુકાદા સંભળાવ્યા હતા જેના પર જોરદાર વિવાદ થયો હતો. આ ચુકાદાની સોશિયલ મીડિયા પર પણ આકરી ટીકા થઈ હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે બે વર્ષના બદલે તેમને અધિક ન્યાયાધીશ તરીકે એક વર્ષનો નવો કાર્યકાળ આપ્યો છે. જસ્ટીસ ગનેડીવાલાનો નવો કાર્યકાળ 13 ફેબ્રુઆરી એટલે કે આજથી પ્રભાવી થશે. અધિક ન્યાયાધીન તરીકે તેમના પૂર્વ કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો.

bombay hc

સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે 20 જાન્યુઆરીએ જસ્ટીસ પુષ્પાને હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી હતી પરંતુ તેમના વિવાદિત ચુકાદા બાદ નિયુક્તિના પ્રસ્તાવ માટે પોતાની મંજૂરી પાછી લઈ લીધી હતી. કૉલેજિયમે ભલામણ કરી હતી કે તેમને 2 વર્ષ માટે અધિક ન્યાયાધીશ તરીકે એક નવો કાર્યકાળ આપવામાં આવે. હવે કાયદો અને ન્યાય મંત્રાલય એક અધિક ન્યાયાધીશ તરીકે તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની ત્રણ સભ્યોની કૉલેજિયમે બૉમ્બે ઉચ્ચ ન્યાયાલયના સ્થાયી ન્યાયાધીશ તરીકે જસ્ટીસ ગનેડીવાલાની ભલામણ કરી હતી પરંતુ તેમના બંને ચુકાદા પર જોરદાર વિવાદ થયો.

જાણો કયા હતા એ બે વિવાદિ ચુકાદા

પહેલો વિવાદિત ચુકાદો જસ્ટીસ પુષ્પાની બેંચે 12 વર્ષીય કિશોરીના યૌન ઉત્પીડન મામલે આપ્યો હતો જેમાં તેમણે કહ્યુ કે સગીર બાળકીને નિર્વસ્ત્ર કર્યા વિના તેના બ્રેસ્ટને સ્પર્શવાને યૌન હુમલો કહી શકાય નહિ. પૉક્સો એક્ટ હેઠળ યૌન હુમલાને પરિભાષિત કરવા માટે સ્કિન ટુ સ્કિન કૉન્ટક્ટ જરૂરી છે. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદા પર સ્ટે લગાવી દીધો હતો. વળી, પોતાના બીજા ચુકાદામાં એક વ્યક્તિને એમ કહીને રાહત આપી હતી કે પાંચ વર્ષની સગીર બાળકીનો હાથ પકડવો અને તેની સામે પેન્ટની ઝીપ ખોલવી પૉક્સો એક્ટ હેઠળ યૌન હુમલા સમાન નથી પરંતુ આઈપીસીની કલમ 354 હેઠળ છે.

PM મોદીના અનુભવો પર આધારિત હતુ આ વખતનુ બજેટઃ નાણામંત્રીPM મોદીના અનુભવો પર આધારિત હતુ આ વખતનુ બજેટઃ નાણામંત્રી

English summary
High court judge Pushpa Ganediwala who gave controversial pocso judgment got additional One year tenure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X