
હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, હોટલમાં વિદેશી યુવતીઓની હાલત જોઈને પોલીસ પણ શરમાઈ ગઈ
પૂર્વ જિલ્લા પોલીસે પાંડવ નગરની એક હોટલમાં રેડ કરીને ત્રણ વિદેશી યુવતીઓ સહિત કુલ છ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ત્રણ ઉઝબેકી યુવતીઓ, બે પિંપ અને એક હોટેલ કેરટેકરનો સમાવેશ થાય છે. આરોપીઓની ઓળખ પ્રવીણ કુમાર, કેતન કંસલ અને હોટલના કેરટેકર સુનીલ કુમાર તરીકે થઈ છે, જેઓ ઉત્તર પ્રદેશના સિકંદરાબાદના રહેવાસી છે.
પોલીસે હોટલમાંથી દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ કબ્જે કરીને હોટલને સીલ કરી દીધી છે. હોટલનો માલિક અર્જુન બિહારના ચંપારણમાં રહે છે. તેની શોધમાં એક ટીમ બિહાર જવા રવાના થઈ ગઈ છે. કેસની તપાસ ચાલુ છે.
પૂર્વ જિલ્લાના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રિયંકા કશ્યપે જણાવ્યું હતું કે, પાંડવ નગરના શશિ ગાર્ડનની ઓયો હોટલમાં ભૂતકાળમાં એવી માહિતી મળી હતી કે, શારીરિક સંબંધ બાંધવાનો ધંધો ચાલી રહ્યો છે. અહીં વિદેશી યુવતીઓને ગ્રાહકોની સામે પીરસવામાં આવી રહી છે. પોલીસે કોન્સ્ટેબલને નકલી ગ્રાહક બનાવીને હોટલમાં મોકલ્યો હતો.
સોદાબાજી કર્યા બાદ નકલી ગ્રાહકે બહારની ટીમને ઈશારો કર્યો હતો. જે બાદમાં હોટલના બીજા માળેથી અલગ-અલગ રૂમમાંથી ઉઝબેકિસ્તાનની ત્રણ યુવતીઓ, બે પિંપ પ્રવીણ કુમાર અને કંસલની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની પાસેથી કોન્સ્ટેબલે આપેલા પૈસા પણ વસૂલ કરવામાં આવ્યા હતા. પોલીસે હોટલનું રજિસ્ટર પણ જપ્ત કર્યું હતું. હોટેલ કેર ટેકર સુનિલ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હોટલમાં કેટલા દિવસથી શારીરિક સંબંધ બાંધવાનો ધંધો ચાલતો હતો, તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પહેલા પણ 6 માર્ચના રોજ પોલીસે દિલ્હીના શાહદરા જિલ્લાના સીમાપુરી સ્થિત એક મકાનમાં ખંડણીના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ સંબંધમાં એક યુવક અને ચાર મહિલાઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પ્રિન્સ (20), ગેંગ લીડર 38 વર્ષીય મહિલા અને 20 થી 30 વર્ષની વચ્ચેની ત્રણ છોકરીઓ તરીકે કરવામાં આવી છે.
શાહદરા જિલ્લા પોલીસ ડેપ્યુટી કમિશનર આર. સત્યસુંદરમે જણાવ્યું કે, રવિવારના રોજ જિલ્લાના વિશેષ સ્ટાફને બાતમી મળી હતી કે, સીમાપુરીના B-84/4 દિલશાદ કોલોનીના મકાનમાં શારીરિક સંબંધ બાંધવાનો ધંધો ચાલી રહ્યો છે. આ માહિતી સ્થાનિક પોલીસ સાથે શેર કરવામાં આવી હતી. આ પછી, એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી અને પોલીસને દિલશાદ કોલોનીના ઘરે મોકલવામાં આવી હતી. અહીં એક નકલી ગ્રાહકને પહેલા કન્ફર્મ કરવા કહ્યું હતું.
નકલી ગ્રાહક ઘરે પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો હતો. ત્યાં પ્રિન્સ નામનો યુવક બહાર આવ્યો હતો. તેની સાથે વાત કર્યા બાદ આરોપીએ બે હજારમાં સોદો કરી નકલી ગ્રાહકને ઘરમાં બોલાવ્યો હતો. ત્યાં તેનો પરિચય 38 વર્ષીય મહિલા સાથે થયો હતો. આ પછી મહિલાએ ત્રણ યુવતીઓને નકલી ગ્રાહકની સામે રજૂ કરી. ગ્રાહકે બહાર રાહ જોઈ રહેલી ટીમને જાણ કરી હતી. જે બાદ ઘર પર રેડ પાડવામાં આવ્યો હતો અને પાંચેયને સ્થળ પર જ દબોચી લીધા હતા.