ગૃહ મંત્રાલયના અલર્ટ બાદ બધા જ રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થાના ઈંતેજામ
નવી દિલ્હીઃ મતગણતરીના બે દિવસ પહેલા જ વિપક્ષે ઈવીએમની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. ઈવીએમની સુરક્ષાને લઈ વિપક્ષી દળો દ્વારા કેટલાક વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા, જો કે તેને ચૂંટણી પંચે ફગાવી દીધા હતા. આ દરમિયાન કેટલાક નેતાઓના ભડકાઉ ભાષણ અને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલ અફવાઓને ધ્યાનમાં રાખી હિંસાની આશંકાને પગલે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોમાં અલર્ટ જાહેર કર્યું છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે કેટલાક પક્ષો દ્વારા કરવામાં આવેલ હિંસા ભડકાવવાની આશંકાને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવાની અપીલ કરી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના ડીજીપીને પત્ર લખી કાયદો વ્યવસ્થા યથાવત રાખવા નિર્દેશ આપ્યા છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે કેટલાક પક્ષો દ્વારા કરવામાં આવેલ હિંસા ભડકાવવાની આશંકાને પગલે આ પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવાની અપીલ કરી છે. મતગણતરી પહેલા મતગણતરી કેન્દ્ર પરિસર અને તેની હાર શહેરી ક્ષેત્રના માર્ગો પર પોલીસ ટૂકડી ગોઠવી દેવામાં આવી છે. મતગણતરી સ્થળ પર કેન્દ્રીય સુરક્ષાબળોની તહેનાતી કરવામાં આવી છે. તપાસ વિના કોઈને પણ પ્રવેશની મંજૂરી આપવામાં નથી આવી રહી.
મતગણતરી માટે ગુજરાતમાં ત્રી-સ્તરીય કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી