For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MP: કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ગુરુગ્રામની ફાઈવ સ્ટાર હોટલ બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા

MP: કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ગુરુગ્રામની ફાઈવ સ્ટાર હોટલ બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદશમા રાજકીય ઘમાસાણ વચ્ચે મંગળવારે મોડી રાત્રે દિલ્હીથી નજીક ગુરુગ્રામમાં ફાઈવ સ્ટાર હોટલ બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, જે આજે સવાર સુધી ચાલુ છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર સરકારને અસ્થિર કરવા માટે ધારાસભ્યોને જબરદસ્તી હોટલમાં રાખવાનો આરોપ લગાવ્યો છે. અફરા તફીમાં કોંગ્રેસ નેતાઓએ બચાવ અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ નેતા જીતૂ પટવારી અને જયવર્ધન સિંહ મોડી રાત્રે આઈટીસી ગ્રાન્ડ ભારત હોટલ પહોંચ્યા. બંને નેતા મધ્ય પ્રદેશની સરકારમાં મંત્રી છે.

madhya pradesh

કાલે રાત્રે 2 વાગ્યે બંને નેતા ધારાસભ્ય રમાબાઈ સાથે હોટલથી બહાર આવતા જોવા મળ્યા. રમાબાઈ માયાવતીની બહુજન સમાજ પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના દીકરા અને મધ્ય પ્રદેશ સરકારમાં મં્રી જયવર્ધન સિંહે ધારાસભ્યને હોટલથી બહાર કાઢ્યા બાદ ટ્વીટમાં કહ્યું, ભાજપે ભારતીય રાજનીતિને કલંકિત કરી છે. ધારાસભ્યોને પરિવાર સહિત બંધક બનાવી રાખવામાં આવ્યા. આ લોકો સત્તાને ધનબળ અને બાહુબળથી હાંસલ કરવા માંગે છે. કમલનાથ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે જે ધારાસભ્યો હજી પણ હોટલમાં છે, તેમાં કોંગ્રેસ ધારાસભ્ય એચએસ ડાંગ, રઘુરાજ કનસાના, બિસાહૂલાલ સિંહ અને અપક્ષ ધારાસભ્ય શેરા ભૈયા સામેલ છે.

અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપ રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે તેમની પાર્ટીના ધારાસભ્યોને રિશ્વત આપવાની કોશિશ કરી રહી છે. દિગ્વિજય સિંહે દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના એક અન્ય વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા 25-35 કરોડ રૂપિયા આપી કોંગ્રેસના ધારાસભ્યોને લોભાવવાની કોશિશ કરી રહ્યા છે.

ગુજરાતીઓને ઉનાળો ભારે પરેશાન કરશે, હવામાન વિભાગે કરી આગાહીગુજરાતીઓને ઉનાળો ભારે પરેશાન કરશે, હવામાન વિભાગે કરી આગાહી

English summary
high voltage drama outside of five star hotel in gurgaon after congress scrambles in madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X