નવી દિલ્હી, 9 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014માં સૌથી વધારે લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. દેશના આગામી વડાપ્રધાન બનવાની પ્રબળ શક્યતાને પગલે સૌ કોઇ તેમના વિચારો જાણવા ઉત્સુક છે. ટાઇમ્સ નાઉ ચેનલના એડિટર - ઇન - ચીફ અર્નબ ગોસ્વામીએ પણ તેમની સાથે એક મુલાકાતમાં અનેક મુદ્દાઓ અંગે જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઇન્ટરવ્યુ ફ્રેંકલી સ્પીકિંગ વિથ નરેન્દ્ર મોદીના રસપ્રદ અંશો અને વિડિયો અહીં રજૂ કરવામાં આવ્યા છે.

દાઉદ ઇબ્રાહિમ અને પાકિસ્તાની પ્રધાનના સંબંધો
મોદી : આ તબક્કે તેનો કોઇ પ્રશ્ન નથી. હું કેન્દ્રીય ગૃહ પ્રધાન શિંદેના નિવેદન અંગે કહી શકું છું. મારું માનવું છે કે આ અંગેની વાતો પ્રેસ કોન્ફરન્સમાં થવી જોઇએ નહીં. મીડિયા આ મુદ્દાને કઇ રીતે રજુ કરે છે તે કોઇ મુદ્દો નથી.

26/11 મુદ્દે કોઇ પગલાં નહીં લેનાર પાકિસ્તાન સાથેના સંબંધો
મોદી : વાટાઘાટો ચાલુ રાખવા માટે સંઘર્ષ વિરામ જરૂરી છે. આપણે આશા રાખીશું કે આપણા પાડોશી વિવિધ મુદ્દા અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપે.

રિટેલમાં FDI
મોદી : ગવર્નન્સ એક સતત ચાલતી પ્રક્રિયા છે. નવી સરકાર પાછલી સરકારે જે પણ કર્યું તેને નકારી ના શકે. આરએસએસ દેશની ભલાઇ માટે વિચારે છે તેમાં કોઇ બેમત નથી.

અદાણી સાથેના સંબંધો
મોદી : અમદાવાદની જમીન અને રણની જમીનના ભાવ સરખા હોઇ શકે? ગુજરાત સરકારે આ મુદ્દે શું કર્યું છે તેને આંકડા આપ આપી શકો છો? ભારત સરકારના રેકોર્ડ દર્શાવે છે કે તેમણે ગુજરાતની લેન્ડ પોલીસીને મંજુરી આપી છે. આપણે એ જાણી શકીએ કે દેશમાં અદાણીએ કોની કોની પાસેથી જમીન લીધી છે?

રોબર્ટ વાઢેર કેસ
મોદી : મારો છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ ચેક કરો. હું ક્યારેય પ્રતિશોધ લેતો નથી.

તમે કોંગ્રેસની સરકારને મા-દીકરાની સરકાર શા માટે કહો છો?
મોદી : સંજય બારુનું પુસ્તક રજૂ થયું તે પછી આ મુદ્દે ચર્ચા કરવાની જરૂર આપને લાગે છે?

DDના ઇન્ટરવ્યૂ અંગે
મોદી : મને આ અંગે જાણ ન હતી. 'પુત્રી'ની ટિપ્પણી અંગે સર્જાયેલા વિવાદને કારણે મારું ધ્યાન દોરાયું. આ માત્ર સેન્સરશિપ નહીં પરંતુ એક કાવતરું હતું. આથી જ પાર્ટીએ યુટ્યુબ પર આખો ઇન્ટરવ્યૂ રજૂ કરવાનો નિર્ણય લીધો.

સ્નૂપ ગેટ
મોદી : આ કેસમાં સુપ્રીમ કોર્ટ નજર રાખી રહી છે. મને સુપ્રીમ કોર્ટમાં પૂર્ણ વિશ્વાસ છે.

272 બેઠકો મળી જશે?
દેશ માત્ર આંકડાઓથી નથી ચાલતો. અમને 350 બેઠકો મળશે તો પણ દેશને ચલાવવા માટે અમારે અન્ય પાર્ટીઓ અને વિપક્ષના સહયોગની જરૂર પડશે.

માયા કોડનાની કેશુભાઇની નજીક હતા?
મેં જ્યારે તેમને મંત્રી બનાવ્યા ત્યારે તેમની સામે કોઇ આરોપો ન હતા. સીટના ગઠન બાદ તેમની સામે આરોપો લગાવાયા. તમારા જેવી વ્યક્તિઓને સચ્ચાઇ જાણતા 25 વર્ષ લાગશે.

2002ના રમખાણોમાં સંઘ પરિવારનો હાથ હતો?
2002ના રમખાણો પર દરેક બાજુથી તપાસ કરવામાં આવી છે. તેની કાયદેસર તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ માટે મોદીના સર્ટિફિકેટની જરૂર નથી.

ભાજપ ધર્મ આધારિત જમણેરી પક્ષ છે?
અમે અનેક મુદ્દાઓ પર વાતો કરીએ છીએ. ચૂંટણીઓમાં અમારો દ્રષ્ટિકોણ મુદ્દા આધારિત છે.

અમિત શાહ અને ગિરિરાજના નિવેદનો
શું એ નિવેદનો પછી બીજા એવા નિવેદનો બહાર આવ્યા છે? એનો અર્થ છે કે મેં તે અંગે કડકાઇ વર્તી છે. તમને એવું નથી લાગતું. પરંતુ મારું માનવું છે કે તેમણે જાણી જોઇને આવું નિવેદન આપ્યું નથી.

જાતિ મુદ્દે પ્રિયંકા સાથે બોલચાલ
હું નિરાશ થયો છું કે ટાઇમ્સ નાઉ જેવી ચેનલ એક પરિવારને બચાવવા આમ કરી રહી છે. મેં રાજીવ ગાંધી વિશે જે કહ્યું તે સત્ય હકીકત છે. તેમાં કોઇને ક્યાં ઉશ્કેરવાની વાત આવી. હા દીકરી પોતાના પિતા વિશે બોલાય તો ગુસ્સે થઇ શકે છે.
હાઇલાઇટ્સ : ફ્રેંકલી સ્પીકિંગ વિથ નરેન્દ્ર મોદી

જાનિ મુદ્દે પ્રિયંકા સાથે બોલચાલ