For Quick Alerts
For Daily Alerts
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર સંબોધનની મહત્વની વાતો
નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલોની કૉન્ફરન્સમાં ભાગ લીધો. સરકાર તરફથી થોડા દિવસ પહેલા જ નવી શિક્ષણ નીતિનુ એલાન કરવામાં આવ્યુ છે જેના પર મંથન ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા જ પૂરા કરી શકાય છે. પીએમે કહ્યુ યકે શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ.
આવો નજર નાખીએ આ કૉન્ફરન્સની ખાસ વાતો પર
- પીએમ મોદીએ કહ્યુ કે શિક્ષણ નીતિ સાથે જેટલા શિક્ષણ, માતાપિતા જોડાયેલા હશે, છાત્ર જોડાયેલા હશે એટલી જ તેની પ્રાસંગિકતા અને વ્યાપકતા બંને વધે છે.
- પીએમે કહ્યુ કે દેશના લાખો લોકોએ શહેરમાં રહેતા, ગામમાં રહેતા, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આા માટે પોતાનો ફીડબેક આપ્યા હતા જેના પર અમલ કરીને આ શિક્ષણ નીતિ પર કામ થયુ છે.
- પીએમ મોદીએ કહ્યુ કે એ પણ સાચુ છે કે શિક્ષણ નીતિમાં સરકાર, તેમની દખલ, તેમનો પ્રભાવ ઓછામાં ઓછી હોવી જોઈએ.
- પીએમે કહ્યુ કે ગામમાં કોઈ શિક્ષક હોય કે પછી મોટા મોટા શિક્ષણ વિદ, બધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પોતાની શિક્ષણ નીતિ લાગી રહી છે. બધાના મનમાં એક જ ભાવના છે કે પહેલાની શિક્ષણ નીતિમાં આ સુધારો તો હું જોવા માંગતો હતો. આ એક બહુ મોટુ કારણ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સ્વીકારતાનુ.
- પીએમે કહ્યુ કે આ પૉલિસી દેશના યુવાનોને ભવિષ્યની જરૂરિયાતો મુજબ નૉલેજ અને સ્કિલ, બંને મોરચે તૈયાર કરશે.
- પીએમ મોદીએ કહ્યુ કે 21મી સદીમાં પણ ભારતને આપણે એક નૉલેજ ઈકોનૉમી બનાવવા માટે પ્રયાસરત છે. નવી શિક્ષણ નીતિએ બ્રેઈન ડ્રેઈનને ટેકલ કરવા માટે અને સામાન્યથી સામાન્ય પરિવારોના યુવાનો માટે પણ સારુ ઈન્સ્ટીટ્યુટ કેમ્પસ ભારતમાં સ્થાપિત કરવાનો રસ્તો ખોલ્યો છે.
- વળી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પરામર્શોની અભૂતપૂર્વ અને લાંબી પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવી છે. મને જણાવવામાં આવ્યુ છે કે આ નીતિના નિર્માણમાં અઢી લાખ ગ્રામ પંચાયતો, સાડા બાર હજારથી વધુ સ્થાનિક નિગમો તથા લગભગ 675 જિલ્લાથી મળેલ બે લાખથી વધુ સૂચનને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
- રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે સાર્વજનિક શિક્ષણ પ્રણાલી જ જીવંત લોકતાંત્રિક સમાજનો આધાર હોય છે માટે સાર્વજનિક શિક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવવી જરૂરી છે.
- રાષ્ટ્રપતિએ કહ્યુ કે શિક્ષણના માધ્યમથી આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જે રાષ્ટ્ર-ગૌરવ સાથે સાથે વિશ્વ કલ્યાણની ભાવનાથી ઓતપ્રોત હોય અને સાચા અર્થમાં ગ્લોબલ સિટિઝન બની શકે.