For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બાત', જાણો ખાસ વાતો

કોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બાત', જાણો ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સરકારની તમામ કોશઇશ છતાં પણ ભારતમાં કોરોના સંક્રમણની સંખ્યા 1.80 લાખને પાર પહોંચી ગઈ છે. આ દરમિયાન આજે રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કર્યા. આ કાર્યક્રમમાં પીએમ મોદીનું આખું ફોકસ કોરોના મહામારી પર જ રહ્યું. પીએમ મોદી કહ્યું કે પાછલા મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ જ્યારે થયું હતું, ત્યારે ટ્રેન, બસ અને હવાઈ સેવાઓ બંધ હતી, પરંતુ આ વખતે આ બધું ખુલી ગયું છે, એવામાં આપણે વધુ સતર્ક રહેવાની જરૂરત છે. આ ઉપરાંત પીએમ મોદીએ અન્ય કેટલીય વાતો પર ભાર આપ્યો.

man ki baat

'મન કી બાત'ની મુખ્ય વાતો

  • પીએમ મોદી મુજબ સરકારે યોગ્ય સમયે જરૂરી તમામ ફેસલા લીધા છે, જેના કારણે કોરોના વાયરસ ભારતમાં વધુ નુકસાન ના પહોંચાડી શક્યો. તેમણે કહ્યું કે કોરોના સામેની લડાઈમાં સૌથી મોટી ભાગીદારી સેવા ધર્મની જ છે.
  • પીએમ મોદીએ કહયું કે કાલેથી અનલૉક-1 શરૂ થઈ ગયું છે. આ દરમિયાન અર્થવ્યવસ્થાનો મોટો ભાગ ચાલી પડશે અને તમામ ઉદ્યોગો ધંધા પણ ખુલવા લાગશે. એવામાં વધુમાં વધુ સતર્ક રહેવાની જરૂરત છે. જેથી કોરોનાથી બચી શકાય.
  • પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશી જનસંખ્યા અન્ય દેશની સરખામણીએ વધુ છે. આ મહામારી વિરુદ્ધ આપણે એકજૂટ થઈ લડાઈ લડી છે. આપણા સામૂહિક પ્રયાસોને કારમે દેશમાં કોરોના વાયરસના મામલા અન્ય દેશની સરખામણીએ ઓછા છે.
  • પીએમ મોદીએ હ્યું કે આપણા દેશમાં કરોડો ગરીબ રહે છે, જો તેઓ બીમાર પડી જાય તો શું થશે, પૈસા ક્યાંથી લાવશે. તેમના ઈલાજ માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. હવે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની શંખ્યા એક કરોડને પાર પહંચી ગઈ છે. તેમણે ગરીબોના ઈલાજ કરનારા તમામ ડૉક્ટર અને નર્સને પણ શુભેચ્છા પાઠવી છે.
  • આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયુષ મંત્રાલયે અનોખો પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત 'My Life, My Yoga' નામે પ્રતિયોગિતા શરૂ થશે. જેમાં તમારે એક મિનિટનો વીડિયો અપલોડ કરવાનો રહેશે. જેમાં યોગ સંબંધિત જાણકારી આપવાની રહેશે અને તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે તે જણાવવાનું રહેશે. આ પ્રતિયોગિતામાં વિશ્વભરના લોકો ભાગ લેશે.

સોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરીસોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી

English summary
highlights of pm modi's mann ki baat program, read in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X