• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીએમ મોદીની મન કી બાત, જાણો દશેરાથી લઈને લોકલ ફૉર વોકલ સુધી મહત્વની વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને દશેરા પર સંબોધિત કર્યા. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનુ આ 70મો એપિસોડ હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દશેરાની શુભકામનાઓ આપીને કહ્યુ કે આજે વિજયાદશમી એટલે કે દશેરા પર્વ છે. આ પાવન અવસરે તમને સૌને અઢળક શુભકામનાઓ. દશેરાનો આ પર્વ સત્ય પર અસત્યની જીતનો પર્વ છે પરંતુ સાથે આ એક પ્રકારના સંકટો પર ધીરજની જીતનો પણ પર્વ છે. પીએમ મોદી બોલ્યા કે જ્યારે પણ તહેવાર આવે ત્યારે લોકો ખૂબ મનથી ખરીદી કરવા જાય છે. તેમણે લોકોને અપીલ કરીને કહ્યુ કે આ વખતે જ્યારે પણ જાવ તો લોકલ ફોર વોકલનુ લક્ષ્ય યાદ રાખો.

જાણો પીએમ મોદીએ શું શું કહ્યુ

  • આજે વિજયાદશમી એટલે કે દશેરા પર્વ છે. આ પાવન અવસરે તમને સૌને અઢળક શુભકામનાઓ. દશેરાનો આ પર્વ સત્ય પર અસત્યની જીતનો પર્વ છે. આજે તમે બધા સંયમ સાથે જીવી રહ્યા છો. તહેવાર મનાવી રહ્યા છો. માટે જે લડાઈ આપણે લડી રહ્યા છે તેમાં જીત પણ સુનિશ્ચિત છે.
  • જ્યારે પણ તહેવાર આવે ત્યારે લોકો ખૂબ મનથી ખરીદી કરવા જાય છે. તેમણે લોકોને અપીલ કરીને કહ્યુ કે આ વખતે જ્યારે પણ જાવ તો લોકલ ફોર વોકલનુ લક્ષ્ય યાદ રાખો. તહેવારોના સમયે આપણે સમાજના એ સાથીઓને જાણ્યા જેમના વિના જીવન મુશ્કેલ છે, જેવા કે સફાઈ-કર્મી, શાકભાજીવાળા, દૂધવાળા વગેરે. એવામાં દિવાળીની ખુશીઓમાં તેમને જરૂર શામેલ કરો.
  • આપણે આપણા જાંબાઝ સૈનિકોને પણ યાદ રાખવા જોઈએ જે તહેવારો સમયે દેશની સુરક્ષામાં અડગ રહે છે.
  • જ્યારે આપણા વારસા પર આપણને ગર્વ થાય છે તો દુનિયા એના પર ધ્યાન આપે છે. આવા ઘણા ઉદાહરણ છે અને એક મુખ્ય ઉદાહરણ માર્શલ આર્ટની ભારતીય પરંપરા છે.
  • હું તમને સૌને એક વેબસાઈટ જોવાનો આગ્રહ કરુ છુ, ekbharat.gov.in જેમાં આપણા અભિયાનને આગળ વધારવાના ઘણા પ્રયાસ દેખાશે. આમાં એક રસપ્રદ કૉર્નર છે, આજનુ વાક્ય. આ સેક્શનમાં આપણે, રોજ એખ વાક્યને અલગ અલગ ભાષાઓમાં કેવી રીતે બોલીએ છે, તે સીખી શકીએ છે.
  • મહારાષ્ટ્રની એક ઘટના પર ધ્યાન ગયુ, જ્યાં એક કંપનીએ ખેડૂતો પાસે મક્કા ખરીદ્યુ. આના માટે ખેડૂતોને વધુ બોનસ પણ આપ્યુ. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે ભારત સરકારે જે નવો કૃષિ કાયદો બનાવ્યો છે તે હેઠળ હવે ખેડૂત ક્યાંય પણ પાક વેચી રહ્યા છે. તેમને સારા ભાવ મળી રહ્યા છે. માટે તેમણે વિચાર્યુ કે વધુ લાભને ખેડૂતો સુધી શેર કરીએ.
  • દિલ્લીના કનૉટ પ્લેસ પર સ્થિત ખાદી સ્ટોરમાં ગાંધી જયંતિ પર જોરદાર વેચાણ થયુ. આ દરમિયાન એક કરોડથી પણ વધુની ખરીદી થઈ. ખાદીના માસ્ક પણ ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે.
  • 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિ છે. ગયા એપિસોડમાં આપણે તેમના વિશે વિસ્તારથી વાત કરી હતી. સરદાર પટેલની અંદર એક પાસુ જે વ્યાપક રૂપે જ્ઞાત નથી એ છે મુશ્કેલી પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમની હાસ્યની ભાવના. આ આપણા સૌના માટે એક સીખ છે. આપણે હંમેશા આપણી હાસ્ય ભાવનાને જીવિત રાખવી જોઈએ. સરદાર પટેલની સૂઝબુઝનો બાપૂએ પણ ઉલ્લેખ કર્યો હતો.
  • 31 ઓક્ટોબરે આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવીશુ. ઘણા ઓછા લોકો મળશે જેમના વ્યક્તિત્વમાં એક સાથે ઘણા તત્વો હાજપ હોય - વૈચારિક ઉંડાણ, નૈતિક સાહસ, રાજકીય વિલક્ષણતા, કૃષિ ક્ષેત્રનુ ઉંડુ જ્ઞાન અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે સમર્પણ.
  • પીએમ મોદીએ કહ્યુ કે મહારાષ્ટ્રની એક ઘટના પર ધ્યાન ગયુ, જ્યાં એક કંપનીએ ખેડૂતો પાસે મક્કા ખરીદ્યુ. આના માટે ખેડૂતોને વધુ બોનસ પણ આપ્યુ. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે ભારત સરકારે જે નવો કૃષિ કાયદો બનાવ્યો છે તે હેઠળ હવે ખેડૂત ક્યાંય પણ પાક વેચી રહ્યા છે. તેમને સારા ભાવ મળી રહ્યા છે. માટે તેમણે વિચાર્યુ કે વધુ લાભને ખેડૂતો સુધી શેર કરીએ.

LAC પાસે રાજનાથસિંહે કરી શસ્ત્રપૂજા, જવાનો સાથે મનાવશે દશેરાLAC પાસે રાજનાથસિંહે કરી શસ્ત્રપૂજા, જવાનો સાથે મનાવશે દશેરા

English summary
Highlights of PM Narendra Modi Mann Ki Baat today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X