
હિજાબ વિવાદઃ મહાત્મા ગાંધી મેમોરિયલ કૉલેજના છાત્રોએ ભગવો ગમછો પહેરીને કર્યુ વિરોધ પ્રદર્શન, થયો હોબાળો
બેંગલુરુઃ કર્ણાટકની એક કૉલેજમાં હિજાબ અને ભગવા વચ્ચે શરુ થયેલો એક વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. હિજાબ પહેરીને કૉલેજ આવતા છાત્રો સામે સ્કૂલના અન્ય છાત્રોએ ભગવો ગમછો અને ટોપી પહેરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ. આ મુદ્દે આજે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી છે પરંતુ એ પહેલા મંગળવારે છાત્રો વચ્ચે એક વાર ફરીથી વિરોધ પ્રદર્શન શરુ થઈ ગયુ. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સેંકડોની સંખ્યામાં છાત્રો ભગવો ગમછો હવામાં લહેરાવીને જય શ્રીરામના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.
મહાત્મા ગાંધી મોમેરિયલ કૉલેજ પરિસરની બહાર છાત્રોની ભીડને નિયંત્રિત કરવા માટે કૉલેજના અધિકારીઓ પણ સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. એક છાત્રએ કહ્યુ, 'તેમના પર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પરંતુ તેમાંથી અમુક હિજાબ પહેરીને કક્ષામાં આવ્યા. જો તે હિજાબ પહેરશે તો અમે પણ ભગવો ગમછો પહેરીશુ.' જ્યારે હિજાબ પહેરનાર એક અન્ય છાત્રએ કહ્યુ, 'અમે આને બાળપણથી પહેરતા આવ્યા છે, હવે એ અમને તેને હટાવવાનુ કેવી રીતે કહી શકે છે?'
ઉલ્લેખનીય છે કે 'હિજાબ વિરુદ્ધ ભગવો' વિવાદ કર્ણાટકની ઘણી સ્કૂલો અને કૉલેજોમાં ફેલાઈ ચૂક્યો છે. આ વિવાદ પર બોલતા એક છાત્રએ કહ્યુ, 'તેમને લાગે છે કે હિજાબ કપડાનો એક ટૂકડો છે. એ કપડાનો ટૂકડો નથી. અમે બસ હાર નહિ માની શકીએ.' કૉલેજ પ્રશાસન હિજાબ કે સ્ટૉલ પહેરેલા છાત્રોને પ્રવેશ આપવાના ઈનકાર પર અડી ગયુ છે. વિરોધ ત્યારે પણ થઈ રહ્યો છે જ્યારે કૉલેજ વાર્ષિક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. એક છાત્રએ કહ્યુ, 'આજે અમારી વાર્ષિક પ્રેકટીલક પરીક્ષાઓ હતી પરંતુ તેમણે અમે ક્લાસમાંથી બહાર કાઢી દીધા અને હિજાબ વિના આવવા માટે કહ્યુ. અમારી આવતા સપ્તાહે વાર્ષિક પરીક્ષાઓ છે.'
#WATCH कर्नाटक: उडुपी के महात्मा गांधी मेमोरियल कॉलेज में हिजाब और भगवा स्कार्फ पहनकर आए छात्रों ने नारेबाजी की। pic.twitter.com/1JYUOsg52n
— ANI_HindiNews (@AHindinews) February 8, 2022