For Daily Alerts
તિરૂવનંતપુરમ એરપોર્ટ પર સર્જાયું 'હાઇઝેક' ડ્રામા
તિરૂવનંતપુરમ, 19 ઓક્ટોબર: કેરળની રાજધાની તિરૂવનંતપુરમના એરપોર્ટ પર શુક્રવારે એ સમયે ચકચાર મચી ગઇ જ્યારે એક પાયલટે એરપોર્ટ અધિકારીઓને 'હાઇઝેક'નો મેસેજ મોકલ્યો.
સ્થાનિય મીડિયા અહેવાલ અનુસાર એરઇન્ડિયાનું એક વિમાન અબુધાબીથી કોચ્ચી તરફ જઇ રહ્યું હતું, પરંતુ ખરાબ હવામાનના કારણે પાયલોટે તેને તિરૂવનંતપુરમ તરફ વાળી દીધું હતું.
વિમાનની દિશા બદલાવાના કારણે મુસાફરોએ વિરોધ કરવા અને વધુ જાણકારી મેળવવા ખુબ જ ધમાચકડી મચાવી અને પાયલટના કોકપિટમાં પણ ઘુસવાનો પ્રયત્ન કર્યો, જેનાથી ઘભરાઇને પાયલોટે હાઇઝેક મેસેજ એટીસીને મોકલી દીધો. અને ત્યારબાદ તુરંત તિરૂવનંતપુરમ એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું.