For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ એક રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરાઈ, હિમાચલ સરકારે સત્તાવાર જાહેરાત કરી

લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરાઈ રહી હતી ત્યારે હવે હિમાચલ સરકારે તેને બહાલ કરતા કર્માચારીઓમાં ખુશીનો માહોલ છે. જાહેરાત બાદ કર્મચારીઓ સચિવાયલ બહાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી દરમિયાન જૂની પેન્શન યોજનાનો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો. સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આંદોલન પર પણ ઉતર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસે વાયદો કર્યો હતો કે તે સત્તામાં આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે. હવે હિમાચલ પ્રદેશ સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે.

Sukhwinder Singh Sukhu

હિમાચલ સરકારે રાજ્યના 1.36 લાખ કર્મચારીઓને લોહરીની ગિફ્ટ આપતા જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકારે વાયદો કર્યો હતો કે કોંગ્રેસ સત્તામાં આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે. તો કોંગ્રેસે તેનો વાયદો પુરો કર્યો છે. હિમાચલમાં વાયદા પ્રમાણે રાજ્ય સરકારે તેની કેબિનેટની પહેલી બેઠકમાં જ જૂની પેન્શન યોજનાને બહાલી આપી છે.

લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરાઈ રહી હતી ત્યારે હવે હિમાચલ સરકારે તેને બહાલ કરતા કર્માચારીઓમાં ખુશીનો માહોલ છે. જાહેરાત બાદ કર્મચારીઓ સચિવાયલ બહાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

કેબિનેટ બેઠક બાદ આ મુદ્દે મુખ્યમંત્રીએ કર્મચારીઓને સંબોધિત કરતા જણાવ્યુ કે, વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મેં પ્રથમવાર અર્કીમાં કહ્યું હતું કે ઓપીએસ પુનઃસ્થાપિત કરાશે. ગત દિવસોમાં અધિકારીઓ પૈસા નથી તેમ કહીને આમાં અવરોધો મૂકતા રહ્યા, પરંતુ મેં મારી ફોર્મ્યુલા આપી. પેન્શન એ કર્મચારીઓનો અધિકાર હતો. કોંગ્રેસે તેના વચન મુજબ OPS પુનઃસ્થાપિત કરી છે. તેમણે કહ્યું કે ઓપીએસ પુનઃસ્થાપના માટેની સૂચના પણ આજે જ જારી કરવામાં આવશે.

અહીં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, હાલ સરકાર પાસે કર્મચારીઓના 9000 કરોડથી વધુ અને ડીએના 1000 કરોડથી વધુ રૂપિયા બાકી છે. જ્યારે અમે મૂલ્યાંકન કર્યું ત્યારે જાણવા મળ્યું કે અગાઉની સરકારે 11,000 કરોડ રૂપિયાની જવાબદારી અમારા પર છોડી દીધી. છઠ્ઠું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું. 1000 કરોડના ડીએની બાકી રકમ ચૂકવવામાં આવી નથી. નોકરી કરતા લોકોને સરકારે 4,430 કરોડ રૂપિયા ચૂકવવાના છે. પેન્શનરોને 5,226 કરોડ ચૂકવવાના છે.

અહીં તમને જણાવી દઈએ કે, આઓ પહેલા રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. જો કે 2002 થી કેન્દ્ર સરકારે આ રાજ્યોમાં જમા કરાયેલ પેન્શન ફંડની રકમ પરત કરવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય કેબિનેટની બેઠકમાં મહિલાઓને 1500 રૂપિયા આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ સબ-કમિટી એક મહિનામાં આ અંગે પોતાનો રિપોર્ટ આપશે.

English summary
Himachal government officially announced the implementation of the old pension scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X