For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશના CM બોલ્યા, જે ભારત માતાની જય કહેશે તે જ ભારતમાં રહેશે

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યુ કે જે ભારત માતાની જય કહેશે માત્ર તે જ ભારતમાં રહેશે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ સતત ચાલુ છે. છેલ્લા ચાર દિવસોમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 28 લોકોના જીવ ગયા છે. દિલ્લીમાં થયેલી હિંસાનુ એક મોટુ કારણ નેતાઓના ભડકાઉ ભાષણ રહ્યા છે પરંતુ આ બધા છતાં વિવાદિત નિવેદનોનો સિલસિલો થમવાનુ નામ નથી લઈ રહ્યો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યુ કે જે ભારત માતાની જય કહેશે માત્ર તે જ ભારતમાં રહેશે. મંગળવારે શિમલામાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જયરામ ઠાકુરે કહ્યુ કે જે લોકો ભારત માતાની જય કહેશે તે જ ભારતમાં રહેશે.

ભારત માતાની જય કહેનારા જ રહેશે ભારતમાં

ભારત માતાની જય કહેનારા જ રહેશે ભારતમાં

જયરામ ઠાકુરે કહ્યુ કે જે લોકો ભારત માતાની જય નહિ કહે તે ભારતમાં નહિ રહે. જે લોકો વારંવાર બંધારણનુ અપમાન કરે છે અને જે લોકો માત્ર રાજકીય ફાયદો ઉઠાવવા માટે આવુ કરે છે અને જે લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે કે દેશમાં કંઈ સારુ નથી, તેમની સાથે કડકાઈથી નિપટવાની જરૂર છે. વાસ્તવમમાં જયરામ ઠાકુરને પૂછવામાં આવ્યુ કે શું દિલ્લીમાં હિંસા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસના કારણે થઈ. આ સવલનો જવાબ આપતા જયરામ ઠાકુરે કહ્યુ કે જે લોકો ભારતનો વિરોધ કરશે તેમને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

28 લોકોના જીવ ગયા

28 લોકોના જીવ ગયા

તમને જણાવી દઈએ કે દિલ્લી હિંસામાં અત્યાર સુધી 28 લોકોના જીવ જઈ ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 200 સુધી પહોંચી ગઈ છે. જો કે બુધવારે કોઈ અપ્રિય ઘટના બની નહોતી. દિલ્લી પોલિસે પણ દાવો કર્યો કે સ્થિતિ કાબુમાં છે. બુધવારે ફરીથી એક વાર હિંસા પ્રભાવિત વિસ્તારનુ નિરીક્ષણ કરનાર એનએસએ અજીત ડોભાલે પણ કહ્યુ કે બધુ શાંત છે. વળી, દિલ્લી પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને નેતાઓના ભડકાઉ વીડિયો જોવાના છે જે બાદ પોલિસે ગુરુવારે બપોરે 2.15 વાગે હાઈકોર્ટમાં જવાબ આપવાનો છે.

જસ્ટીસ એસ મુરલીધરની ટ્રાન્સફર

જસ્ટીસ એસ મુરલીધરની ટ્રાન્સફર

આ પહેલા જસ્ટીસ એસ મુરલીધરની કેન્દ્ર સરકારે બુધવારે દિલ્લી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી. આ બાબત સરકાર તરફથી અધિસૂચના જારી કરવામાં આવી. આ પહેલા સુપ્રીમ કોર્ટની કોલેજિયમે 12 ફેબ્રુઆરીએ તેમની ટ્રાન્સફરની ભલામણ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સીજેઆઈ બોબડેની સલાહ પર જસ્ટીસ એસ મુરલીધરને હસ્તાંતરિત કરી દીધા. તમને જણાવી દઈએ કે જસ્ટીસ મુરલીધર દિલ્લી હાઈકોર્ટના ત્રીજા સૌથી વરિષ્ઠ જજ છે. મહત્વની વાત એ છે કે જસ્ટીસ મુરલીધરે દિલ્લી હાઈકોર્ટમાં પોતાના અંતિમ કાર્યદિવસમાં દિલ્લીના હુલ્લડો પર મહત્વના નિર્દેશ પાસ કર્યા હતા.

આ પણ વાંચોઃ દિલ્લી હિંસાની એ કહાની જ્યાં મુસલમોના ઘર સળગ્યા બાદ હિંદુઓએ આપી શરણઆ પણ વાંચોઃ દિલ્લી હિંસાની એ કહાની જ્યાં મુસલમોના ઘર સળગ્યા બાદ હિંદુઓએ આપી શરણ

English summary
Himachal Pradesh CM says those who chant bharat mata ki jai will stay in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X