• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિવાળીની સવારે હિસાર અને ગાઝિયાબાદ બન્યા દેશના સૌથી પ્રદૂષિત શહેર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિવાળી નજીક આવતા જ દેશના ઘણા રાજ્યોમાં પ્રદૂષણની સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ છે. આ ક્રમમાં ગુરુવારે હરિયાણાનો હિસાર અને ઉત્તર પ્રદેશનો ગાઝિયાબાદ જિલ્લો ભારતના પ્રદૂષિત શહેરોમાંના એક બની ગયા છે. આ બંને શહેરોમાં દિવાળીની સવારે દિલ્લી-એનસીઆર ક્ષેત્રમાં ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ ગઈ છે. હિસારમાં સવારે 8 વાગે એક ક્વૉલિટી ઈંડેક્સ(AQI)396 નોંધવામાં આવ્યો જ્યારે ગાઝિયાબાદમાં એક્યુઆઈ 389 નોંધવામાં આવ્યો.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(CPCB) મુજબ દિલ્લીમાં સમગ્ર AQI સવારે 6 વાગે 334 હતુ. તમને જણાવી દઈએ કે શૂન્ય અને 50ની વચ્ચે એક્યુઆઈને સારુ, 51 અને 100ની વચ્ચે સંતોષજનક, 101 અને 200ને મધ્યમ અને 201 અને 300ને ખરાબ, 301 અને 400ની વચ્ચે ખૂબ ખરાબ માનવામાં આવે છે જ્યારે 401 અને 500ને ગંભીર માનવામાં આવે છે.

સફરે કહ્યુ કે જો આપણે 2019ના ફટાકડા સંબંધિત ઉત્સર્જનને 50 ટકા માનીએ તો એક્યુઆઈ 4 નવેમ્બરની રાતે ગંભીર શ્રેણીમાં આવવાનુ અનુમાન છે અને 5 નવેમ્બર સુધી આવુ જ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં 5 નવેમ્બરે 300 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરને પાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે સુરક્ષિત સીમા 60 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હોય છે. સફરના સંસ્થાપક પરિયોજના નિર્દેશક ગુફરાન બેગે કહ્યુ કે દિવાળી બાદ ઉત્તર-પશ્ચિમ દિશામાં ફેરફારની આશા છે.

ફટાકડા પર પ્રતિબંધ છતાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દિવાળી સુધી ગુણવત્તામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વાયુ ગુણવત્તા પૂર્વાનુમાન એજન્સી SAFAR અનુસાર, દિવાળીની રાતે દિલ્લીની વાયુ ગુણવત્તા ગંભીર ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સંભાવના છે. શૂન્ય ફટાકડા ઉત્સર્જન પરિદ્રશ્ય હેઠળ, દિલ્લીની પીએમ 2.5 એકાગ્રતા 4 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી ખૂબ ખરાબ શ્રેણીથી ઉપર રહેવાનુ અનુમાન છે.

English summary
Hisar and ghaziabad most polluted city on diwali
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X