For Daily Alerts
ઈતિહાસ રચાયો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બન્યા કેન્દ્ર શાસિત પ્રદેશ
નવી દિલ્હીઃ આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે, આજથી ધરતીનું સ્વર્ગત કહેવાતા કાશ્મીરની ઓળખ બદલાઈ ગઈ છે, હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે, ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 ખતમ કરી દેવામાં આવ્યો હતો, જે બાદ આ રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત થઈ ગયો હતો, આજે સત્તવાર રીતે અડધી રાત બાદ આ આદેશ લાગૂ થઈ ગયો છે.

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ
ભારત માટે આજનો દિવસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, જેમણે કાશ્મીર વિભાજનમાં મહત્વનો રોલ ભજવ્યો હતો, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર સહિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરતું રાજપત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ બદલાવ થયા
- જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન કાનૂન અંતર્ગત લદ્દાખ હવે વિધાનસબા વિનાનો કેન્દ્ર શાશિત પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે.
- હવે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપ-રાજ્યપાલ હશે, જમ્મુ-કાશ્મીર માટે ગિરીશ ચંદ્ર મુર્મૂ તો લદ્દાખ માટે રાધા કૃષ્ણ માથુરને ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

બંને રાજ્યોના એડવોકેટ જનરલ અલગ
- હાલ બંને રાજ્યોની એક જ હાઈકોર્ટ હશે પરંતુ બંને રાજ્યોના એડવોકેટ જનરલ અલગ હશે.
- સરકારી કર્મચારીઓ સામે બંને કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી કોઈ એકને ચૂંટવાનો વિકલ્પ છે, જેઓ ઈચ્છાનુસાર પોતાના પ્રદેશ ચૂંટી શકે છે.
- કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને રાજ્યમાં ઓછામાં ઓછા 106 કેન્દ્રીય કાનૂન લાગૂ થઈ જશે.

35A હટ્યા બાદ આ બદલાવ થયો
- 35-એ હટ્યા બાદ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં જમીન સાથે જોડાયેલ ઓછામાં ઓછા 7 કાનૂનમાં બદલાવ થશે.
- જમ્મુ-કાશ્મીરથી 5 અને કેન્દ્ર શાસિત લદ્દાખથી એક લોકસભા સાંસદ જ ચૂંટાઈને આવશે.
- આવી રીતે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરથી પહેલાની જેમ રાજ્યસભાના 4 સાંસદ જ ચૂંટાશે.
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ, જાણો તેમના અનમોલ વિચારો