20 માર્ચનો ઈતિહાસઃ આજે બેટરીનો અવિસ્કાર થયો હતો, જાણો મહત્વનો ઘટનાક્રમ
બેટરી વિના આધુનિક જીવનની કલ્પના સંભવ નથી. રોજબરોજના કામમાં વિવિધ પ્રકારની બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. બેટરી સાથે જોડાયેલા ઈતિહાસની વાત કરીએ તો ઈટલીના મહાન વૈજ્ઞાનિક અલેસાંદ્રો વોલ્ટાએ 20 માર્ચે વિશ્વ સમુદાયને બેટરીના વિકાસ સાથે જોડાયેલ આ ખોજ વિશે પહેલીવાર જણાવ્યું હતું. વોલ્ટાએ કાચના બે કન્ટેનરમાં કોપર અને ઝીંકના સળિયાને મીઠાના પાણીમાં પલાળીને તેને વાયરથી જોડીને સાબિત કર્યું હતું કે આ ભૌતિક રીતે પણ વીજળી બની શકે છે.
અહીં જાણો 20 માર્ચની મહત્વની ઘટનાઓ વિશે
1351: મોહમ્મદ તુગલક શાહ દ્વિતીયનું સુરતમાં નિધન
1602: યૂનાઈટેડ ઈસ્ટ ઈન્ડિયા કંપની ઑફ નેધરલેન્ડની સ્થાપના.
1800: અલેસાંદ્રો વોલ્ટાએ ઈલેક્ટ્રોનિક બેટરીની શોધ વિશે સૂચના આપી.
1916: અલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતનું પ્રકાશન
1952: ટેનિસ ખેલાડી આનંદ અમૃતરાજનો જન્મ.
1956: ટ્યૂનીશિયાને ફ્રાંસથી સ્વતંત્રતા મળી.
1970: સંવિધાન સબાના સભ્ય અને પ્રસિદ્ધ હૉકી ખેલાડી જયપાલ સિંહ મુંડાનું નિધન.
2014: લેખક પત્રકાર ખુશવંત સિંહનું નિધન
2016: અમેરિકી પ્રેસિડેન્ટ બરાક ઓબામા ક્યૂબા પહોંચ્યા.
વિશ્વમાં હાહાકાર મચાવનાર COVID-19 એટલે શું ? જાણો કોરોનાવાઈરસ વિશે વિસ્તૃત માહિતી