12 વર્ષ પહેલા કુમારસ્વામીએ જે કર્યુ હતુ તે જ આજે તેમની સાથે થયુ
કર્ણાટક વિધાનસભામાં મંગળવારે ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પોતાની સરકાર બચાવી ન શક્યુ અને આ સાથે બે સપ્તાહથી ચાલી રહેલ કર્ણાટકરના રાજકીય નાટકનો અંત આવી ગયો. તમને જણાવી દઈએ કે ફ્લોર ટેસ્ટમાં 14 મહિના જૂની કુમારસ્વામી સરકાર વિધાનસભામાં વિશ્વાસમત દરમિયાન જરૂરી બહુમત સાબિત ન કરી શકી. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાંથી કુમારસ્વામી સરકારના પક્ષમાં માત્ર 99 મત પડ્યા જ્યારે વિપક્ષને 105 મત મળ્યા.
આ પણ વાંચોઃ Pics Viral: નિક જોનસે પ્રિયંકા ચોપડાને માર્યો જોરદાર ધક્કો, ફોટા વાયરલ

કુમારસ્વામીએ જે વાવ્યુ એ જ લણ્યુ
કહેવત છે કે ‘જે વાવશો એ જ લણશો', કંઈક આવુ જ થયુ છે જેડીએસ સાથે, એક વાર ફરીથી કર્ણાટકમાં એ જ રાજકીય ઈતિહાસ પુનરાવર્તિત થયો કે જે 2004ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ થયો હતો, વાસ્તવમાં 2004ની કર્ણાકર વિધાનસભા ચૂંટણીમાં કુલ 224 સીટોમાંથી ભાજપને 79, કોંગ્રેસને 65, જેડીએસને 58 અને અન્યને 23 સીટો મળી હતી, આ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સમજૂતી થઈ અને કોંગ્રેસના ધરમસિંહ 28 મે 2004ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા પરંતુ તેમની સત્તાને લાંબી આયુ ન મળી કારણકે મતભેદા કારણે કુમારસ્વામીએ પોતાના ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી સમર્થન પાછુ લઈ લીધુ અને ધરમસિંહની સરકાર પડી ભાંગી.

કુમારસ્વામીએ ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતુ પરંતુ...
ત્યારબાદ કુમારસ્વામીએ ભાજપ સાથે ગઠબંધન કર્યુ અને વર્ષ 2006માં સીએમની ખુરશી પર બેઠા. આ દરમિયાન ભાજપ-જેડીએસ વચ્ચે કરાર થયો હતો કે બંને પાર્ટીઓના નેતા વારાફરથી અને બરાબર-બરાબર સમય માટે મુખ્યમંત્રી બનશે પરંતુ કુમારસ્વામીએ અહીં ભાજપને છેતર્યા અને પોતાનો કાર્યકાળ પૂરો થતા જ સીએમ પદેથી રાજીનામુ આપી દીધુ. ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ પરંતુ આના બે દિવસ બાદ નવેમ્બર 2007ના રોજ બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર બની જેને કુમારસ્વામીએ બહારથી સમર્થન આપ્યુ. જો કે સાત દિવસ બાદ જ કુમારસ્વામીએ સમર્થન પાછુ લઈ લીધુ અને સરકાર પડી ભાંગી.

નવી સરકારની રચના માટે ભાજપ સક્રિય
કંઈક આ રીતની જ સ્થિતિ આ વખતે પણ થઈ છે પરંતુ ફરક માત્ર એટલે જ છે બાગી ધારાસભ્યોની કારણે કુમારસ્વામીની સીએમની ખુરશી જતી રહી. હાલમાં રાજ્યમાં નવી સરકારની રચના માટે ભાજપ સક્રિય થઈ ગયુ છે. વળી, સરકાર પડી ગયા બાદ કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા બોલ્યા કે હું ફરીથી કહેવા ઈચ્છીશ કે જે લોકો ‘ઑપરેશન કમલ'માં શામેલ છે તેમને ફરીથી અમારા પક્ષમાં ક્યારેય શામેલ કરવામાં નહિ આવે. ભલે આકાશ નીચે કેમ ન પડી જાય.

માત્ર ત્રણ મુખ્યમંત્રીએ જ પૂરો કર્યો પોતાનો કાર્યકાળ
અહીં આપને એક ખાસ વાત જણાવીએ કે કર્ણાટકના ઈતિહાસમાં માત્ર ત્રણ મુખ્યમંત્રી જ એવા છે જેમણે અત્યાર સુધી પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા અને એ ત્રણ મુખ્યમંત્રીઓના નામ છે, એસ નિજલિંગપ્પા (1962-68), ડી દેવરાજા ઉર્સ (1972-77) અને સિદ્ધારમૈયા (2013-18), આ ત્રણે કોંગ્રેસ નેતા રહ્યા છે. ભાજપ અને જેડીએસ બંનેના નેતા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવામાં અત્યાર સુધી સફળ નથી રહ્યા.