For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ હંદવાડા એનકાઉન્ટરમાં માર્યો ગયો હિઝબુલનો ટૉપ કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ

હંદવાડામાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. આ અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીના ટૉપ કમાન્ડ મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબૈદ માર્યો ગયો છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ હંદવાડામાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. આ અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીના ટૉપ કમાન્ડ મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબૈદ માર્યો ગયો છે. તમને જણાવી દઈએ કે મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબૈદની શોધ ઘણા સમયથી હતી અને તે ઘણા સમયથી આતંકી હુમલામાં શામેલ હતો. મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબૈદના મોતની પુષ્ટિ કરીને આઈજીપી કાશ્મીરે કહ્યુ કે આ આપણા સુરક્ષાબળોની એક મોટી સફળતા છે.

આતંકનો ખાતમો આપણા જવાનો કરીને જ રહેશે

આતંકનો ખાતમો આપણા જવાનો કરીને જ રહેશે

વધુમાં કાશ્મીરના આઈજીપએ કહ્યુ કે કોઈ પણ આતંકીનો છોડવામાં નહિ આવે અને આતંકનો ખાતમો આપણા જવાન કરીને જ રહેશે. આ એનકાઉન્ટર હંદવાડાના પાજીપોરા વિસ્તારમાં થયુ. સેના, પોલિસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે હંદવાડામાં અભિયાન ચલાવ્યુ અને આ હેઠળ મેહરાજુદ્દીન હલવાઈ માર્યો ગયો.

લશ્કર એ તૈયબાના ત્રણ આતંકી માર્યા ગયા હતા

લશ્કર એ તૈયબાના ત્રણ આતંકી માર્યા ગયા હતા

તમને જણાવી દઈએ કે 2 જુલાઈએ પણ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકી માર્યા ગયા હતા અને સેનાનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. સુરક્ષાકર્મીઓને એ વાતની જાણકારી મળી હતી કે પુલવામાના રાજપોરાના હંજન ગામમાં અમુક આતંકીઓ છૂપાયા છે જે બાદ સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યુ તો આતંકીઓએ તેમના પર ગોળી ચલાવી દીધી. ત્યારબાદ સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર શરૂ થયુ જેમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.

આતંકવાદીઓના ખાતમા માટે સંયુક્ત અભિયાન

આતંકવાદીઓના ખાતમા માટે સંયુક્ત અભિયાન

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલિસે આતંકવાદીઓના ખાતમા માટે સંયુક્ત અભિયાન ચલાવ્યુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી 200થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં મોટાભાગના આતંકી હિઝબુલ મુજાહિદ્દી સંગઠનના છે. મળતા આંકડાઓ અનુસાર જૂન 2020 મહિનામાં સૌથી વધુ 49 આતંકાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. વળી, એપ્રિલ 2020માં સુરક્ષાબળોએ 28 આતંકવાદીઓ અને ઑક્ટોબર મહિનામાં 21 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અભિયાનનો ઉદ્દેશ ઘાટીને આતંક મુક્ત કરવાનો છે.

English summary
Hizbul Mujahiddin top commander lost his life in Handwara encounter: Jammu-Kashmir police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X