For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિઝબુલઃ ‘અમરનાથ યાત્રીઓ અમારા મહેમાન, નહિ કરીએ હુમલા'

હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ રિયાઝ નાઈકૂએ કહ્યુ છે કે અમરનાથ યાત્રાએ આવનારા તીર્થયાત્રીઓ તેમના મહેમાન છે.

|
Google Oneindia Gujarati News

હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ રિયાઝ નાઈકૂએ કહ્યુ છે કે અમરનાથ યાત્રાએ આવનારા તીર્થયાત્રીઓ તેમના મહેમાન છે. રિયાઝે એક ઓડિયો મેસેજ જારી કરીને આ વાત કહી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. યાત્રા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે અમરનાથ યાત્રીઓને આતંકી હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં આઠ યાત્રીઓના મોત નીપજ્યા હતા.

આતંકીઓએ ક્યારેય નથી બનાવ્યા તીર્થયાત્રીઓને નિશાન

આતંકીઓએ ક્યારેય નથી બનાવ્યા તીર્થયાત્રીઓને નિશાન

નાઈકૂએ કહ્યુ કે હિઝબુલનો અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાનો કોઈ પ્લાન નથી. તેણે કહ્યુ કે અમે ક્યારેય યાત્રીઓ પર હુમલા નહિ કરીએ કારણકે તે અહીં અમારા મહેમાન છે અને અહીં ધાર્મિક કારણોથી આવે છે. નાઈકૂની માનીએ તો આતંકીઓએ ક્યારેય અમરનાથ યાત્રીઓ પર હુમલા નથી કર્યા. આતંકીઓની યાત્રીઓ સાથે કોઈ દુશ્મની નથી અને તે તેમની સાથે કોઈ યુધ્ધ લડવા નથી ઈચ્છતા.

સુરક્ષા વિના આવે યાત્રીઓ

સુરક્ષા વિના આવે યાત્રીઓ

રિયાઝ નાઈકૂએ કહ્યુ કે અમે તેમની સામે લડાઈ લડી રહ્યા છે જે કાશ્મીરના લોકોનો અવાજ દબાવી રહ્યા છે. વળી, નાઈકૂએ પોલિસના એ દાવાને પણ ફગાવી દીધો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આતંકીઓએ અમરનાથ તીર્થયાત્રીઓને નિશાન બનાવવાની યોજના બનાવી છે. નાઈકૂએ કહ્યુ કે અમે આ પહેલા પણ ક્યારેય યાત્રીઓને નિશાન નથી બનાવ્યા. નાઈકૂએ કહ્યુ કે યાત્રી અહીં સુરક્ષા વગર આવે છે. તે અમારા મહેમાન છે અને તેમણે ડરવાની જરૂર નથી.

ગયા વર્ષે થયો હતો આતંકી હુમલો

ગયા વર્ષે થયો હતો આતંકી હુમલો

સુરક્ષા એજન્સીઓ તરફથી દર વર્ષે થતી અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગયા વર્ષે યાત્રા પર થયેલા આતંકી હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા હતા. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરાને જાણકારી આપવામાં આવી છે કે આ વર્ષે બે લાખથી વધુ યાત્રીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. વોહરા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (એસએએસબી) ના ચેરમેન પણ છે.

English summary
Hizbul Mujahideen chief Riaz Naikoo has said that Amarnath Yatris our guests won't target them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X