દેશભરમાં લોકોએ હોળીનો તહેવાર કઇ રીતે ઉજવ્યો? જુઓ અહીં..

Written By:
Subscribe to Oneindia News

ભારતના વિવિધ શહેરોમાં ધામધૂમથી હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાય છે, આ વર્ષે વિવધ શહેરોમાં હોળીની ઉજવણીની કઇ રીતે થઇ તેની ઝાંખી મેળવો આ તસવીરોમાં.. રાજકારણીઓ, સ્ટાર્સ, આર્મી ના જવાનો તથા સ્થાનિક લોકોએ કઇંક આ રીતે ઉજવ્યો રંગોનો તહેવાર..

કલકત્તા

કલકત્તા

કલકત્તામાં શનિવારના રોજ જ પછાત બાળકોએ હોળીના રંગોની મજા માણી હતી.

બોધગયા

બોધગયા

બોધગયામાં સ્થાનિક લોકોની સાથે ફોરેન ટૂરિસ્ટે પણ હોળીના તહેવારની મજા માણી હતી. ભારતીય વસ્ત્રોમાં, ભારતીય તહેવારની મજા માણતા વિદેશીઓને જોવા પણ એક લ્હાવો છે.

લખનઉ

લખનઉ

ભાજપવા કાર્યકર્તાઓ અને સમર્થકો માટે હોળી એક દિવસ વહેલી આવી હતી. શનિવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે વિજય મળતાં લખનઉમાં ભાજપના કાર્યકર્તાઓએ રંગો વડે ઉજાણી કરી હતી.

જબલપુર

જબલપુર

એ જ દિવસે જબલપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના કાર્યકર્તાઓએ પણ હોળીની મજા માણી હતી. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં સમગ્ર ભારતમાં જાણે હોળી એક દિવસ વહેલી આવી ગઇ હતી.

મથુરા

મથુરા

રવિવારે મથુરા ખાતે ભાજપ MP અને બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલીનીએ હોળીની ઉજવણી કરી હતી. જે દરમિયાન એક નાનકડા છોકરાએ હેમા માલીનીના ચેહરા પર ગુલાલ લગાવી તેમને હોળીના શુભકામનાઓ પાઠવી હતી.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ

બોર્ડર સિક્યોરિટી ફોર્સ

ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સ તથા બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડે એકબીજાના ચહેરા પર રંગ લગાવી હોળીની શુભકામના આપી હતી.

પુરી

પુરી

સેન્ડ આર્ટિસ્ટ માનસ સાહૂએ હોળીના તહેવાર નિમિત્તે સેન્ડ સ્કલ્પચર તૈયાર કર્યું હતું.

કલકત્તા

કલકત્તા

કલકત્તામાં બસંત ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ પોષાકમાં હોળીની ઉજવણી કરી હતી.

English summary
Holi Celebrations in different states of India, see photos.
Please Wait while comments are loading...