દિલ્લીમાં થશે દારુની હોમ ડિલીવરી, સરકારે બનાવી દીધો આવો નિયમ
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં દારુની હોમ ડિલીવરી જલ્દી શરુ થઈ શકે છે. દિલ્લી સરકાર સાથે જોડાયેલા અધિકારીઓએ મંગળવારે જણાવ્યુ કે દિલ્લી સરકારના મંત્રીઓના એક સમૂહ(GOM)એ આની ભલામણ કરી છે. દિલ્લી મંત્રીમંડળમાં મંજૂરી મળતા જ દારુની હોમ ડિલીવરી શરુ થઈ જશે.

છૂટ પર પણ નહિ લાગે પ્રતિબંધ
મંત્રીઓના સમૂહે એ વિચાર પણ વ્યક્ત કર્યો કે જ્યાં સુધી બજાર સ્વસ્થ રીતે સંચાલિત થઈ રહ્યુ છે ત્યાં સુધી છૂટક દારુ વિક્રેતાઓ તરફથી મૂલ્ય પર આપવામાં આવી રહેલ છૂટને લઈને કોઈ પ્રકારની પ્રતિબંધ ન લગાવવો જોઈએ. આ પહેલા દિલ્લી સરકારે છૂટક દુકાનોની બહાર ભીડ અને અમુક કથિત ગેરરીતિઓને જોતા હાલમાં જ દારુ પર છૂટને 25 ટકા સુધી સીમિત કરી દીધી હતી.

દિલ્લી સરકારના મંત્રીઓએ કરી ભલામણ
દિલ્લી સરકાર સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યુ કે આબકારી નીતિના સંબંધમાં હોમ ડિલીવરી અને મંત્રીઓના સમૂહની અન્ય ભલામણોના પ્રસ્તાવોને જલ્દી મંજૂરી માટે દિલ્લી મંત્રીમંડળ સામે રાખવામાં આવશે. ગયા મહિને થયેલી જીઓએમની બેઠકનો હવાલો આપીને એક અધિકૃત દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ, 'મંત્રીઓના સમૂહે ભલામણ કરી કે દિલ્લીમાં છૂટક દારુની દુકાનોતી દારુની હોમ ડિલીવરીનુ અનુમતિ આપવામાં આવી શકે છે.'

હોમ ડિલીવરી ઉપયુક્ત વિકલ્પ
મંત્રીઓના સમૂહનો વિચાર છે કે મહામારી કે ઈમરજન્સી પરિસ્થિતિમાં લગાવવામાં આવેલ લૉકડાઉન દરમિયાન દારુની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે હોમ ડિલીવરી એક ઉપયુક્ત વિકલ્પ છે. આ સાથે જ દારુનુ સમાન વિતરણ સુનિશ્ચિત કરવા, નકલી દારુના વેચાણ પર લગામ લગાવવા અને આંતરરાજ્ય તસ્કરી રોકવા માટે પણ આ કારગર ઉપાય છે.

હોમ ડિલીવરી સેવા માટે લાયસન્સ જરુરી
દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ છે કે કેબિનેટ દ્વારા હોમ ડિલીવરી પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ આબકારી વિભાગ એલ-13 લાયસન્સ અનુદાન માટે વિસ્તૃત નિયમ અને સંદર્ભ તૈયાર કરશે. આ દેશના અન્ય રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલ વિવિધ મૉડલોનો અભ્યાસ કરશે. પેનલમાં શામેલ પસંદગીની એજન્સીઓ પાસે એલ-13/એલ-13 એફ લાયસન્સ હશે જેનાથી આવા એકમો હોમ ડિલીવરી કરી શકશે.

બીજા રાજ્યોના કાયદાનો થશે અભ્યાસ
દિલ્લી સરકારના કાયદા વિભાગે કહ્યુ હતુ કે કોઈ પણ સક્ષમ જોગવાઈના અભાવાં લાયસન્સધારીને છોડીને, કોઈ મધ્યસ્થ દ્વારા દારુની હોમ ડિલીવરીની અનુમતિ નથી. એ પણ તપાસ કરવાની છે કે આને બીજા રાજ્યોમાં કેવી રીતે લાગુ કરવામાં આવી રહી છે. આબકારી વિભાગે કહ્યુ કે વિભાગ એ સુનિશ્ચિત કરશે કે દિલ્લી આબકારી અધિનિયમ, 2009ની જોગવાઈઓ અને એલ-13 લાયસન્સ હેઠળ બનાવવામાં આવેલ નિયમો અને શરતોનુ ઉલ્લંઘન ન થાય.

નાની ઉંમરના વ્યક્તિઓને નહિ મળે દારુ
આબકારી વિભાગ હોમ ડિલીવરી સિસ્ટમને લાગુ કરવા માટે નિયમોના ડ્રાફ્ટ તૈયાર કરશે, જે મુજબ અમુક જોગવાઈએ રાખવામાં આવશે. ઉદાહરણ તરીકે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે નાની ઉંમરની વ્યક્તિઓને દારુની ડિલીવરી ન આપવામમાં આવે. સાથે જ દારુની ડિલીવરી માત્ર ઘરે થશે. કોઈ હૉસ્ટેલ, ઑફિસ કે અન્ય સંસ્થાઓમાં નહિ. આ ઉપરાંત નવા નિયમો હેઠળ દેશી અને વિદેશી બંને પ્રકારના દારુની હોમ ડિલીવરી થઈ શકશે. આના માટે મોબાઈલ એપ કે ઑનલાઈન વેબ પોર્ટલ જઈને બુકિંગ કરાવવાનુ રહેશે. તમારો દારુનો ઑર્ડર બુક થતા જ દારુની હોમ ડિલીવરી તમારા ઘરે થઈ જશે.