For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉકેલાઇ શકે છે બાબરી મસ્જિદ વિવાદ, પીએમ મોદી કરશે હાશિમ અંસારી સાથે મુલાકાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 9 ડિસેમ્બર: બાબરી-અયોધ્યા વિવાદના મુખ્ય અરજીકર્તા હાશિમ અંસારી સાથે ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે ફોન કરીને વાત કરી. હાશિમ અંસારીએ તાજેતરમાં બાબરી વિવાદની પોતાની અરજીને કોર્ટમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે આ મુદ્દે રમાઇ રહેલા રાજકારણથી આધાતમાં છે સાથે જ તે આ વિવાદને ઉકેલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માંગે છે.

રાજનાથ સિંહે બાબરી વિવાદના સૌથી જૂના અરજીકર્તા સાથે વાત કરીને તેમને એ વાતનો વિશ્વાસ અપાવ્યો છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તેમનો સંદેશો પહોંચાડશે. ગૃહમંત્રીએ શનિવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના પ્રવાસ દરમિયાન હાશિમ અંસારી સાથે વાત કરી.

babri-demolition-hashim-ansari

હાશિમ અંસારીના પુત્ર ઇકબાલ અંસારીએ જણાવ્યું કે રાજનાથજીએ તેમના પિતાને ફોન કર્યો હતો. સાથે જ તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો કે તે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયત્ન કરશે. તેમણે કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે વાત કરશે.

ઇકબાલે કહ્યું કે તેમના પિતાએ રાજનાથ સિંહ પાસેથી એ વાતનું આશ્વાસન લીધું છે કે જ્યારે તે આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરશે તો તે બાબરી મસ્જિદને તોડવાના જે દોષી છે તેમને સજા અપાવવાનું આશ્વાસન લેશે. તો બીજી તરફ તે દિવસે સમાજવાદી પાર્ટીના જિલ્લાધ્યક્ષ જય શંકર પાંડે પણ હાશિમ અંસારીના ઘરે પહોંચ્યા અને હાશિમ અંસારીની મુલાયમ સિંહ યાદવ સાથે ફોન પર વાતચીત કરાવી. સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે હાશિમ અંસારીના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછ્યા.

English summary
Home minister calls to oldest litigant of babri mosque dispute, Rajnath Singh assuresh Hashim Ansari to convey his message to pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X