For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારને નથી ખબર કે કેવી રીતે થયું ડૉ. આંબેડકરનું નિધન

|
Google Oneindia Gujarati News

ambedkar
નવીદિલ્હી, 5 ડિસેમ્બરઃ ભારત સરકાર પાસે સંવિધાન નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નિધન સંબંઘિત કોઇ જાણકારી નથી. આ ભલે થોડુંક અટપટું લાગતું હોય, પરંતુ આરટીઆઇ થકી માંગવામાં આવેલી જાણકારીમાં કેન્દ્ર સરકારે આવો જવાબ આપ્યો છે.

આરટીઆઇ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્રના બે મંત્રાલય અને આંબેડકર પ્રતિષ્ઠાને પોતાની પાસે આંબેડકરના નિધન સંબંધિત જાણકારી હોવનો ઇન્કાર કર્યો છે. એક મંત્રાલયના જનસૂચના અધિકારીએ એમ પણ કહ્યું કે તેમને એ વાતની પણ જાણકારી નથી કે માંગવામાં આવેલી માહિતી કયા વિભાગને સંબંધિત છે.

આરટીઆઇ કાર્યકર્તા આર એચ બંસલે પણ રાષ્ટ્રપતિ સચિવાલયમાં અરજી દાખલ કરીને પૂછ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરનું નિધન ક્યાં અને કેવી રીતે થયું? તેમણે એમપણ પૂછ્યું કે શું નિધન બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોય તો તેની એક કોપીની માંગણી પણ કરી હતી.

અરજીમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે બંધારણના ઘડવૈયાની નિધન કુદરતી હતું કે પછી હત્યા. તેમનું નિધન કઇ તારીખે થયું હતું. કોઇ આયોગ કે સમિતિએ તેમના નિધનની તપાસ કરી હતી?

રાષ્ટ્રપતિ સચિવાલયે આ અરજી ગૃહમંત્રાલય પાસે મોકલી આપી હતી, જેમાં ગૃહ મંત્રાલય દ્વારા અરજદારને જણાવવામાં આવ્યું કે, ડૉ. આંબેડકરના નિધન સંબંધિત કોઇપણ પ્રકારની માહિતી મંત્રાલયના કોઇપણ વિભાગ પાસે ઉપલબ્ધ નથી.

English summary
Government doesn't know that how Dr. Bhimrao Ambedkar died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X