For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સેરોગેસી પર રોક લગાવવા સરકાર લાવશે કડક કાયદો

|
Google Oneindia Gujarati News

serrogacy
નવી દિલ્હી, 6 માર્ચઃ ભારતમાં વધી રહેલા સેરોગેસીના વ્યાપાર પર રોક લગાવવા માટે સરકારે હવે કડક પગલાં ઉઠાવવાનો નિર્ધાર કરી લીધો છે. સરકારે દેશમાં આ વ્યાપારને અટકાવવા માટે ટૂંક સમયમાં એક કાયદો બનાવાનો નિર્ણય કર્યો છે. આ કાયદા બાદ કોઇપણ વિદેશી નાગરીક અનૈતિક રીતે દેશમાં ભાડેથી કુખ હાંસલ કરી શકશે નહીં. ગૃહમંત્રાલયે સેરોગેસી એટલે કે ભાડેથી કુખ આપવી માટે ભારત આવનારાના વીઝા નિયમો કડક કરી લીધા છે.

હવે આ વીઝા નિયમોનું પાલન કરી રહેલા વિદેશી નાગરીક ભારતમાં સેરોગેસીથી બચ્ચા લઇ શકશે. નવા નિયમો હેઠળ અવિવાહિત, સમલૈંગિકો અને લૈસ્બિયન જોડાઓ માટે દેશમાં આવીને સેરોગેસી થકી બાળકો હાંસલ કરવું સહેલું નહી હોય. ગૃહમંત્રાલય મુલ્લાપલ્લી રામચંદ્રને કહ્યું છે કે મંત્રાલયે સેરોગેસી માટે ભારત આવનારાઓ માટે મેડિકલ વીઝા લેવાનું અનિવાર્ય કરી દીધું છે, પરંતુ વિદેશથી ભારત આવતા જોડાઓને સેરોગેસી માટે મેડિકલ વીઝા હાંસલ કરવા માટે પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

સેરોગેસી કાયદાને વધુ કડક બનાવવા માટે અને તેની સાથે જોડાયેલા અપરાધોને રોકવા માટે વિદેશથી આવનારા જોડાઓએ પોતાના વીઝાની સાથે એ વાતનું પ્રમાણ આપવું પડશે કે કાયદાકીય રીતે તેઓ પરિણિત છે અને તેમના લગ્ન જીવનને બે વર્ષ પૂરા થઇ ગયા હોવા જોઇએ.

ભારત સરકારે આ કાયદા બાદ ભારતમાં સેરોગેસી માટે માત્ર એ જ જોડાને માન્યતા આપવામાં આવશે જે સ્ત્રી-પુરુષની જેમ રહેતા હોય. એનો એ અર્થ કે આ કાયદા બાદ ભારતમાં સમલૈંગિક જોડાઓને સેરોગેસી માટે વીઝા આપવામાં આવશે નહીં. સાથે જ સિંગલ પેરેન્ટ્સને પણ ભારતમાં સેરોગેસી માટે મેડિકલ વીઝા આફવામાં નહીં આવે.

નોંધનીય છે કે અત્યારસુધી ભારતમાં સેરોગેસી માટે કોઇ કાયદો નથી. જેના કારણે દેશમાં સેરોગેસીનો વ્યવસાય વધ્યો છે. મોટી સંખ્યામાં વિદેશી સમલૈંગિક જોડાઓ ભાડાની કુખ માટે ભારત આવી રહ્યાં છે. દિલ્હી, ગુજરાત, મુંબઇ સહિતના દેશના અનેક શહેરો આવા જોડાઓનું હબ બની ગયું છે. ઘણી વાર સેરોગેસીની પ્રક્રિયા શરૂ થયા પછી ઘણા જોડા બાળકો લેવા માટે આવતા નથી. ઘણી વાર તેના કારણે સેરોગેસીથી જન્મેલા બાળકોને રાષ્ટ્રની નાગરિકતા મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવામા આ મુશ્કેલીઓના નિરાકરણ માટે સરકારે સેરોગેસીના નિયમો કડક કરવાનો નિર્ણય કર્યો છે.

English summary
Home ministry fram a new law for Serrogacy in India.According to this law Gay Lesbian will not get visa for Serrogacy in country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X