
અર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય
ટ્રાન્સજેન્ડર વિશે ભારત સરકાર જલ્દી એક મોટો નિર્ણય લઈ શકે છે. જે હેઠળ અર્ધસૈનિક બળોમાં તેમની નિયુક્તિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આના માટે અર્ધસૈનિક બળો પાસે મંતવ્ય માંગ્યુ છે. સાથે જ આ અંગે તેમને રિમાઈન્ડર મોકલી દેવામાં આવ્યુ છે. નિર્દેશ મળ્યા બાદ અર્ધસૈનિક બળ પણ ચિકિત્સા, વ્યવહાર સહિત ઘણા પાસાંઓની તપાસ કરી રહ્યા છે. સીએપીએફની આ ભરતીઓ લોકસેવા પંચ દ્વારા આયોજિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

ટ્રાન્સજેન્ડરને પણ શામેલ કરવાનો વિચાર
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ મંત્રાલય સીએપીએફ એટલે કે સહાયક કમાંડન્ટ પરીક્ષા 2020માં મહિલા, પુરુષ ઉપરાંત ટ્રાન્સજેન્ડરને પણ શામેલ કરવાનો વિચાર કરી રહ્યા છે. આના માટે બધા બળો પાસે પણ મંતવ્ય માંગવામાં આવ્યુ છે. તેમના મંતવ્યના આધારે આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે.

વિસ્તૃત રિપોર્ટ મંત્રાલયને મોકલાશે
વળી, ગૃહ મંત્રાલયના નિર્દેશ બાદ અર્ધસૈનિક બળ જેવા કે આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબીએ પણ આના પર યોજના પર કામ શરૂ કરી દીધુ છે. તે ચિકિત્સા, શારીરિક, વ્યવહાર અંગેના મુદ્દાઓની તપાસ કરી રહ્યા છે. જલ્દી આનો વિસ્તૃત રિપોર્ટ મંત્રાલયને મોકલી દેવામાં આવશે.

સરકાર ટ્રાન્સજેન્ડરના મુદ્દે ગંભીર
તમને જણાવી દઈએ કે 10 જાન્યુઆરી 2020થી દેશમાં ટ્રાન્સજેન્ડર પર્સન એક્ટ લાગુ થયો છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સામાજિક ન્યાય મંત્રી રતનલાલ કયારિયાએ કહ્યુ હતુ કે સરકાર ટ્રાન્સજેન્ડરના મુદ્દે ગંભીર છે. આ એક્ટ હેઠળ તેમના માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવશે. સાથે જ સરકારી વિભાગોમાં પણ તેમની ભરતી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ દેશમાં ટ્રાન્સજેન્ડરની સંખ્યા 4.90 લાખથી વધુ છે. આમાંથી 92 ટકા ટ્રાન્સજેન્ડર આર્થિક ગતિવિધિઓમાં ભાગ લેવાથી વંચિત રહી જાય છે.
ઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી