For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે ટ્વિટરને કહ્યું- વાંધાજનક કન્ટેન્ટ હટાવી દો

સરકારે ટ્વિટરને કહ્યું- વાંધાજનક કન્ટેન્ટ હટાવી દો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગ વિરુદ્ધ સરકાર આકરાં પગલાં ઉઠાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહ સચિવ રાજવી ગુબાએ સોમવારે ટ્વિટરના અધિકારીઓ સાથે મીટિંગ કરી ટ્વિટર પર આપત્તિજનક કંટેન્ટની વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. ટ્વિટરના લીગલ, પૉલિસી, ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ગ્લોબલ હેડ વિજય ગાડ્ડે અને ટ્વિટર ઈન્ડિયાના મહિમા કૌલને સરકારે બિન-કાયદાકિય/વાંધાજનક સામગ્રી હટાવવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓની માગને જોતા તત્કાલ નિપટવા અને 24x7 મેકેનિઝ્મને સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે.

સરકારે આદેશ આપ્યો

સરકારે આદેશ આપ્યો

તાજેતરમાં જ વાંધાજનક કંટેન્ટને સાર્વજનિક શાંતિ અથવા વ્યવસ્થામાં અડચણ અને સાંપ્રદાયિક હિંસા જેવી ઘટનાઓને ઉત્તેજિત કરવાનું કામ કર્યું છે. ટ્વિટરે કહ્યું કે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પબ્લિક એક્સસેમાંથી આવાં અકાઉન્ટ હટાવી દેવામાં આવ્યાં છે.

વાંધાજનક સામગ્રી હટાવાશે

વાંધાજનક સામગ્રી હટાવાશે

જો કે ટ્વિટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી કેટલાક મામલામાં ધીમી રહી છે અને બિન-કાયદાકીય કંટેન્ટને હટાવવાના અનુપાલનમાં તે 60 ટકા જ છે. કાયદાની ઉચિત પ્રક્રિયા બાદ સક્ષમ પદાધિકારીએ આદેશ જાહેર કર્યા છે.

અગાઉ પણ કાર્યવાહી કરવા કહ્યું હતું

અગાઉ પણ કાર્યવાહી કરવા કહ્યું હતું

મીટિંગ દરમિયાન કાનૂની આવશ્યકતાઓના ઉદાહરણ દેખાડવામાં આવ્યાં હતાં જ્યાં દિલ્હી પોલીસે હિંસાને પ્રોત્સાહિત કરવા કંટેન્ટને હટાવવાની માગ કરી હતી, જે બાદ પણ ટ્વિટરે લાપરવાહી દાખવી છે. ગૃહમંત્રાલયએ માત્ર ટ્વિટરને જ નહિ બલકે અગાઉ ફેસબુક, યૂટ્યૂબ અને વૉટ્સએપ સાથે પણ મીટિંગ કરી આપત્તિજનક કંટેન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.

Twitterના CEO જેક દોરજીએ રાહુલ ગાંધીને બતાવ્યુ પોતાનુ ટેટુ, ફોટા વાયરલTwitterના CEO જેક દોરજીએ રાહુલ ગાંધીને બતાવ્યુ પોતાનુ ટેટુ, ફોટા વાયરલ

English summary
Home Secretary meets Twitter officials, seeks action over 'objectionable' content
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X