MP Honey Trap: 30 અશ્લીલ સીડીમાં દેખાતા પૂર્વ સાંસદ કોણ છે? ચર્ચા તેજ
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ચાલી રહેલ હની ટ્રેપ રેકેટમાં હવે એક પૂર્વ સાંસદનું નામ સામે આવી રહ્યું છે, જેમની કથિત રીતે આરોપીઓએ 30 અશ્લીલ સીડી બનાવી રાખી હતી અને લાંબા સમયથી તેમની પાસેથી તગડી રકમ માંગવામાં આવી રહી હતી. પહેલીવાર પહેલી સીડી દેખાડી તેની પાસેથી 2 કરોડ રૂપિયા પણ વસૂલી લેવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ બ્લેકમેઈલિંગનો એ સિલસિલો શરૂ થયો જે ક્યારેય ખતમ થવાનું નામ નહોતો લઈ રહ્યો. અહેવાલો મુજબ આ પૂર્વ સાંસદ એટલા પરેશાન થઈ ગયા હતા કે એક વખત તો તેમણે આપઘાત કરવાની પણ કોશિશ કરી હતી. ત્યારે તેમને સદમામાંથી બહાર લાવવામાં એક વરિષ્ઠ નેતાએ મદદ કરી હતી. એટલું જ નહિં કહેવામાં આવી રહ્યું છે કે આ કથિત અશ્લીલ સીડીના કારણે જ ગત લોકસભા ચૂંટણીમાં તેમનું પત્તું પણ કપાયું હતું.

પૂર્વ સાંસદની 30 અશ્લીલ સીડીને લઈ સનસની
મધ્ય પ્રદેશના હની ટ્રેપ રેકેટમાં એક પૂર્વ સાંસદની કથિત રીતે 30 સીડીની વાત સામે આવવાથી સનસની મચી ગઈ છે. જાણકારી મુજબ સાંસદની અસ્લીલ સીડીના બદલે આરોપી મહિલા તેમને ઘણા સમયથી બ્લેકમેલ કરી રહી હતી. આરોપી મહિલાએ તેમને બહુ પરેશાન કર્યા અને એનજીઓ માટે તેમની પાસે સરકારી કામ પણ કરાવ્યાં. ભોપાલથી પકડાયેલ બ્લેમેક કરનાર આ મહિલાની હાલ એસઆઈટીની ટીમ પૂછપરછ કરી રહી છે.

આ ચક્કરમાં લોકસભાની ટિકિટ કપાણી!
લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે આરોપી મહિલા પૂર્વ સાંસદ પર દબાણ વધારવા લાગી તો તેમને થોડા સમય માટે પોતાના ખર્ચે દુબઈના પ્રવાસે રવાના પણ કરી દીધા. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે છતાં તેમને તેમની પાર્ટીએ આ કારણે ટિકિટ નહોતી આપી. જણાવવામાં આવી રહ્યું છે કે હવે આ નેતા પાસે કોઈ મોટું પદ પણ નથી અને સીડીનો ખુલાસો થવાની આશંકાથી તેમની ઊંઘ પણ હરામ થઈ છે.

આપઘાતની કોશિશ કરી ચૂક્યા છે
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આરપી મહિલાએ એકવાર પૂર્વ સાંસદને 30 સીડી હોવાની વાત જણાવી દીધી તો તેઓ બદનામીના ડરથી એટલા ગભરાઈ ગયા કે તેમને આપઘાતની પણ કોશિશ કરી લીધી હતી. જાણકારી મુજબ એક વરિષ્ઠ નેતાએ દખલગીરી કરી અે તેમને સમજાવ્યા ત્યારે જઈ પૂર્વ સાંસદ સદમામાંથી બહાર આવી શક્યા હતા. જ્યારે આરોપી મહિલાને પૂર્વ સાંસદે આપઘાતની કોશિશ કરી હોવાની વાત જાણવા મળી તો તે થોડા દિવસ સુધી શાંત બેસી ગઈ. પરંતુ બાદમાં ફરીથી વસૂલી માટે દબાણ બનાવવું શરૂ કરી દીધું. પૂર્વ સાંસદ એટલા ડરી ગયા હતા કે તેમણે તેમની એનજીઓને ફંડ પણ અપાવડાવ્યું અને કેટલાંય સરકારી કામ પણ કરાવી દીધાં.

પાર્ટીના મોટા નેતાએ ઓળખ કરાવી હતી
જાણકારી મળી રહી છે કે આરોપી મહિલાની પાર્ટી સંગઠનના કોઈ કદાવર નેતા દ્વારા સાંસદ સાથે ઓળખાણ થઈ હતી. જે બાદ તેમણે એનજીઓના કામના બહાને કેટલીયવાર તત્કાલીન સાંસદની મુલાકાત કરી. ધીરે-ધીરે પૂર્વ સાંસદ તેમની ઝાળમાં ફસાતા ગયા અને જ્યારે તેમની 30 સીડી તૈયાર થઈ ગઈ તો આરોપીઓએ રકમ વસૂલવી શરૂ કરી દીધી. અહેવાલ મુજબ પહેલી વાર તેમનાથી પીછો છોડાવવા 2 કરોડ રૂપિયા આપી પણ દીધા હતા, પરંતુ તે બાદ બ્લેકમેઈલિંગનો સિલિસિલો ચાલી પડ્યો, જે આરોપીઓની ધરપકડ અને હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો ત્યાં સુધી ચાલુ જ રહ્યો.
જાતે કપડા કાઢવાની ના પાડતી તો કપડા ફાડી દેતો ચિન્મયાનંદ, છાત્રાનો ખુલાસો