For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનીપ્રીતે જ ભડકાવી હતી હિંસા, પોલીસ તપાસમાં થયો ખુલાસો

રામ રહીમની ધરપકડ બાદ પંચકુલામાં ફાટી નીકળેલી હિંસા માટે જવાબદાર હનીપ્રીત, પોલીસ તપાસમાં થયો ખુલાસો

By Shachi
|
Google Oneindia Gujarati News

મંગળવારે પોલીસના હાથે ઝડપાયેલી હનીપ્રીત ઇન્ટરવ્યુમાં ભલે પોતાને નિર્દોષ કહેતી હોય, પરંતુ હરિયાણા પોલીસ પાસે તેની વિરુદ્ધ અનેક નક્કર પુરવાઓ છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં જે વાત સામે આવી છે, તે અનુસાર રામ રહીમની ધરપકડ બાદ પંચકુલામાં ભડકેલી હિંસા પાછળ હનીપ્રીતનો જ હાથ હતો. આ માટે હનીપ્રીતે ડેરામાં એક ખાસ બેઠક બોલાવી હતી, જેમાં તોફાનો ભડકાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.

રામ રહીમને ધરપકડ અંગે આશંકા હતી

રામ રહીમને ધરપકડ અંગે આશંકા હતી

પંચકુલા પોલીસ કમિશ્નર એ.એસ.ચાવલાએ જણાવ્યું કે, રામ રહીમની ધરપકડ પહેલાં 17 ઓગસ્ટના રોજ ડેરામાં એક બેઠક થઇ હતી અને આ બેઠકની આગેવાની હનીપ્રીતે કરી હતી. રામ રહીમને પોતાની ધરપકડ અંગે શંકા હતી, તેથી જ આ બેઠક બોલવવામાં આવી હતી. આ બેઠકમાં હનીપ્રીત ઉપરાંત રામ રહીમના વ્યક્તિગત સચિવ રાકેશ કુમાર અરોરા અને ડેરાના મુખ્ય સુરક્ષા મેનેજર પ્રીતમ પણ હાજર હતા. આ સૌએ મળી રામ રહીમની ધરપકડ બાદ અન્ય અનુયાયીઓની મદદથી કઇ રીતે રમખાણો કરવા તેની યોજના ઘડી હતી.

હનીપ્રીતે નકાર્યા આરોપો

હનીપ્રીતે નકાર્યા આરોપો

હરિયાણા પોલીસે પહેલા જ રાકેશ કુમાર અને પ્રીતમની ધરપકડ કરી લીધી છે. પોલીસ સાથેની પૂછપરછ દરમિયાન હનીપ્રીતે હિંસા ભડકાવવાના આરોપો નકાર્યા હતા તથા આવી કોઇ બેઠક થઇ હોવાની વાત પણ નકારી હતી. ઉલ્લેખનીય છે કે, 25 ઓગસ્ટના રોજ રામ રહીમની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસામાં લગભગ 30 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે હનીપ્રીતને પંચકુલા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં કોર્ટે તેને 6 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

હનીપ્રીતને લઇ જવાશે બઠિંડા

હનીપ્રીતને લઇ જવાશે બઠિંડા

ત્યાર બાદ હવે પોલીસની એસઆઇટી હનીપ્રીતને એ સ્થળોએ લઇ જશે, જ્યાં તે આ 38 દિવસો દરમિયાન છુપાયેલી હતી. બુધવારે પોલીસ હનીપ્રીતને બઠિંડા લઇ જનાર છે, જ્યાં સુખદીપ કૌરના ઘરે તે છુપાયેલી હતી. હરિયાણા પોલીસ અનુસાર 4 દવિસથી હનીપ્રીતની ગાડી સુખદીપ ચલાવી રહી હતી. નોંધનીય છે કે, હનીપ્રીતની ધરપકડ થઇ ત્યારે તેની સાથે કારમાં એક બઠિંડાની મહિલા પણ હાજર હતી.

ઇન્ટરનેશનલ નંબરોનો કરતી હતી ઉપયોગ

ઇન્ટરનેશનલ નંબરોનો કરતી હતી ઉપયોગ

પોલીસની પૂછપરછમાં બાહર આવ્યું છે કે, આ દિવસોમાં હનીપ્રીતે 15 ઇન્ટરનેશનલ નંબરોનો ઉપયોગ કર્યો હતો, તેણે આ દરમિયાન કોઇ ભારતીય નંબરનો ઉપયોગ નહોતો કર્યો. હનીપ્રીતે સિરસા અને રાજસ્થાનના આઇડી વાળા અનેક નંબરોથી લગભગ 30 લોકોનો સંપર્ક કર્યો હતો. રામ રહીમને જેલની સજા થયા બાદ હનીપ્રીતે આદિત્ય, પવન અને રોહતાશનો સંપર્ક કર્યો હતો અને તે આ સૌ સાથે વ્હોટ્સએપ થકી વાત કરતી હતી.

જીરકપુર જતા ઝડપાઇ હનીપ્રીત

જીરકપુર જતા ઝડપાઇ હનીપ્રીત

મંગળવારે જીરકપુર પોલીસે હનીપ્રીત પકડાઇ હોવાની ડીડીઆર જીરકપુર પોલીસ મથકમાં નોંધાવી હતી. સૂત્રો અનુસાર, જીરકપુર પોલીસ મથકમાં હનીપ્રીતે જણાવ્યું હતું કે, ડેરાના જ એક અનુયાયીએ જીરકપુરની હોટલમાં હનીપ્રીતના રહેવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ તે હોટલ પહોંચે એ પહેલા જ હરિયાણા પોલીસે પાટિયાલા-જીરકપુર-બનૂડ રોડ પર હનીપ્રીત હોવાની જાણકારી પંજાબ પોલીસને આપી હતી અને હનીપ્રીતની ઇનોવા ગાડીનો નંબર પણ જણાવ્યો હતો. હનીપ્રીત હોટલ પહોંચી શકે એ પહેલાં જ પંજાબ પોલીસે તેની ધરપકડ કરી હતી.

English summary
Honeypreet Insan was responsible for Pnachkula Riots, revealed in police investigation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X