
હનીટ્રેપ: દિલ્હી-એનસીઆરમાં વિદેશી છોકરીઓ ફરી રહી છે
આ દિવસોમાં મધ્યપ્રદેશના રાજકીય વર્તુળોમાં હનીટ્રેપની ચર્ચા ખુબ જ ચાલી રહી છે. આવી જ એક ગેંગ રાજધાની દિલ્હી અને તેના નજીકના વિસ્તારોમાં સક્રિય છે અને તે અમીરોને નિશાન બનાવી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. મેઇલ ટુડે દ્વારા તેના એક વિશેષ અહેવાલમાં આ વાત સામે આવી છે. મેઇલ ટુડે ઘ્વારા સમૃદ્ધ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોકટરો, આર્કિટેક્ટ્સ, ઝવેરીઓ, વકીલોને નિશાન બનાવીને પૈસા કમાવનારી ગેંગ વિશે જણાવ્યું છે. આ ગેંગ ખૂબ જ કોર્પોરેટ રીતે ચલાવવામાં આવે છે જેમાં સમય-સમય પર નોકરી લેવામાં આવે છે. જાળ ફેલાવતા પહેલા આ ટોળકી તેમના ટાર્ગેટની આર્થિક સ્થિતિ વિશે માહિતી શોધે છે. જ્યારે તે તેની આર્થિક સ્થિતિથી સંપૂર્ણ સંતુષ્ટ થાય છે, ત્યારે આગળનું કામ શરૂ કરવામાં આવે છે. દિલ્હી-એનસીઆરમાં આવી 5 ગેંગ સક્રિય છે. બધું વિગતવાર નીચે જાણો...

જહાંગીર ગેંગ
જહાંગીર ગેંગે અત્યાર સુધીમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 10 થી વધુ લોકોને નિશાન બનાવ્યા છે. મેઇલ ટુડેના અહેવાલ મુજબ આ ગેંગે અત્યાર સુધીમાં લગભગ 2 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. તેણે ડોકટરો, હોટલના માલિકો, આર્કિટેક્ટ્સ, બેકરી માલિકો, એસી શોરૂમ માલિકો, ત્રણ રિયલ એસ્ટેટ ડેવલોપર અને ટ્રાવેલ એજન્ટને નિશાન બનાવ્યા. પશ્ચિમ એશિયામાં કાર્યરત આ ગેંગે ફસાવવા 25 વર્ષની એક યુવતીને ભાડે લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા સારવારના બહાને દિલ્હીના એક જાણીતા ડોક્ટર પાસે ગઈ હતી. સારવાર દરમિયાન તેણે ડોક્ટર સાથે સંપર્ક સાધ્યો અને ડોક્ટરને સારવાર માટે તેના ઘરે બોલાવ્યો. ઘરે બંને વચ્ચે સંબંધો રચાયા હતા અને બધું રેકોર્ડ કરાયું હતું. પોલીસે કહ્યું કે એક દિવસ ડોક્ટરના મોબાઈલ પર એક વીડિયો ક્લિપ આવી અને તેની પાસેથી 20 લાખ રૂપિયાની માંગ કરી. ડોક્ટરે ગેંગને કેટલાક પૈસા આપ્યા પણ આ અંગે પોલીસ ફરિયાદ કરી. પોલીસે આ કેસમાં દક્ષિણ દિલ્હીથી બે લોકોની ધરપકડ કરી હતી. પરંતુ ગેંગ માસ્ટર જહાંગીર ઉર્ફે શેખુ અને ડોક્ટરને બ્લેકમેલ કરનારી મહિલા હજી ફરાર છે.

મીટ્ટુ ગેંગ
મીટ્ટુ ગેંગ તેનું તમામ કામ ઓનલાઇન કરતા. એપ્રિલમાં દિલ્હી પોલીસે આ ગેંગની 7 મહિલાઓની ધરપકડ કરી હતી. આ ગેંગ દક્ષિણ દિલ્હીના એક ઝવેરીને બ્લેકમેલ કરી રહી હતી અને તેમાંથી 10 લાખ રૂપિયા વસૂલ્યા હતા. એટલું જ નહીં, આ ગેંગે કાનૂની અડચણોનો સામનો કરવા માટે કાનૂની સલાહકારની નિમણૂક પણ કરી છે.

પરમિન્દર ગેંગ
આ ગેંગ 20 થી 30 વર્ષની છોકરીઓ / મહિલાઓની ભરતી કરતી હતી. આ વર્ષે માર્ચમાં તેણે 5 લોકોને તેની જાળમાં ફસાવી દીધા હતા. જ્યારે આ ટોળકીથી પીડિત લોકોએ પોલીસમાં ફરિયાદ કરી તો તેમણે તેનો પર્દાફાશ કર્યો.

રોહિત ગેંગ અને મુકેશ ગેંગ
રોહિત ગેંગ ગુરુગ્રામમાં સક્રિય હતી. ગુરુગ્રામ પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ગેંગસ્ટર રોહિત અને તેના એક સહાયકની ધરપકડ કરી હતી. આ ગેંગે દિલ્હી-એનસીઆરના 30 થી વધુ લોકોને ફસાવ્યા અને 1.5 કરોડ રૂપિયા પણ એઠ્યા હતા. આ ઉપરાંત મુકેશ ગેંગ રોહિણી અને બાહ્ય દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ સક્રિય હતી. ગેંગના સભ્યોએ દરોડા પાડ્યા હતા અને બળાત્કારના કેસમાં લોકોને ફસાવી દેવાની ધમકી આપી હતી. મુકેશ અને આ ગેંગના લોકો દિલ્હીમાં આવા 30 કેસોમાં સામેલ છે.

ગેંગના લોકો ડેબિટ કાર્ડ માંગીને તેમાંથી પૈસા ઉપાડતા હતા
આ પાંચ ગેંગના લોકોની પૈસા માંગવાની સમાન પદ્ધતિ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ફસાયેલા લોકો પાસેથી પૈસા એકઠા કરવા માટે ડેબિટ કાર્ડ માંગતા હતા. તેના માટે એક જગ્યા નક્કી કરવામાં આવતી હતી, જ્યાં પીડિત લોકો પક્ષે પોતાનું ડેબિટ કાર્ડ છોડી દેતા હતા, ત્યારપછી પાસવર્ડ કહેવામાં આવતા હતા. પૈસા ઉપાડ્યા બાદ કાર્ડ પરત કરવામાં આવતું હતું.
આ પણ વાંચો: હની ટ્રેપ MP: શ્વેતા જૈન ચલાવતી હતી 'ગૃહ મંત્રાલય', આ રીતે કરાવતી જાસૂસી