For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલંદશહરની મહવિશ માટે નાસૂર બન્યા લવ મેરેજ

|
Google Oneindia Gujarati News

લખનઉ(સુયશ મિશ્રા): દેશના વિભિન્ન રાજ્યોમાં આજે પણ કલા અને સંસ્કૃતિના રંગબેરંગી પડદાઓ પાછળ ખાપ પંચાયતોના મુખોટામાં ક્રૂર કૃતિઓ કાર્યકરત છે. ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય પંચાયત પોતાની ખોટી શાન માટે કોઇને પણ મોતને ઘાટ ઉતારવાનો ફરમાન સંભળાવવામાં અચકાતા નથી. વાત જ્યારે સન્માનની આવે ત્યારે માનવતા તેમના માટે કોઇ મહત્વ ધરાવતી નથી. આ જ પંચાયતોનો શિકાર થઇ ઉત્તર પ્રદેશના બુલંદશહરની મહવિશ.

ભારતીય જનવાદી મહિલા સમિતિ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લખનઉ આવેલી મહવિશે મંચ પર પહોંચીને જ્યારે પોતાનુ દર્દ વ્યક્ત કર્યું તો બધાની આંખોમાં આસું આવી ગયા. પ્રેમ લગ્ન કરવાની આટલી મોટી સજા તેને મળી જે આખી જિંદગી માટે નાસૂર બની ગયા.

કહાણી શરૂ થાય છે, બુલંદશહરની અડૌલી ગામથી, જ્યાં ઓક્ટોબર 2010માં અબ્દુલ હકીમને મહવિશ નામની યુવતી સાથે પ્રેમ થઇ ગયો. યુવતી એક ઓઝા હતી પર અબ્દુલ ફકીર બિરાદરીનો હતો. બન્નેએ ભાગીને કોર્ટમાં લગ્ન કરી લીધા અને દિલ્હીમાં રહેવા લાગ્યા. પરંતુ મહવિશના પરિજનોથી આ વાત સહનના થઇ અને બીજા જ દિવસે તેમણે ખાપ પંચાયત બોલાવી. પંચાયતે પોતાનું તાલિબાની ફરમાન સંભળાવતા અબ્દુલને ફાંસીની સજા ફરમાવી. સાથે એ ઘોષણા કરી કે જે તેને મારશે તેને છ હજાર રૂપિયાનું ઇનામ આપવામા આવશે. હકીમ પર અપહરણનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો.

આમિર કાનના ચર્ચિત શો સત્યમેવ જયતેમાં અબ્દુલ અને મહવિશ લગ્ન વિવાહ અને ખાપ પંચાયત વિષય પર આયોજિત કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ બન્ને બુલંદશહરમાં રહેવા લાગ્યા, પરંતુ તેમની મુશ્કેલીઓ હજુ થંભી નહોતી, મહવિશના પરિજનો તેના ઘરે ગુંડાઓને મોકલતા હતા અને ધમકાવતા હતા. મહવિશ અનુસાર 22 નવેમ્બર 2012ના રોજ હકીમ દવાઓ લેવા માટે બજાર ગયો હતો.

ત્યારે પાંચ લોકોએ તેના પર ગોળીબાર કર્યો અને આ નૃશંસ હત્યાકાંડમાં મહવિશે પોતાનું બધુ જ ગુમાવી દીધુ. આજે પણ તે સમસ્યાઓમાંથી પસાર થઇ રહી છે. પંચાયતોએ તેને અને તેના પરિવારને ગામ છોડીને જવાનો આદેશ આપ્યો છે. પોલીસની ઢીલી નીતિઓના કારણે તેને જાણે કે મોતનો ભય સતાવી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. તેનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.

શું તમે તેને ઓનર કિલિંગ માનો છો?

શું તમે તેને ઓનર કિલિંગ માનો છો?

ઉ.- મે કોઇ ખોટુ કામ નહોતું કર્યુ. બસ નીચી જાતિમાં ખાપ પંચાયતોના વિરુદ્ધમાં લગ્ન જ કર્યા હતા અને તેની સજા માટેર મારા પતિની મોતથી ચુકવવી પડી. સમ્માન ખાતર ઘર અને ગામવાળાઓએ મારા પતિની હત્યા કરી નાંખી. કાર કે તેમને મંજૂર નહોતું કે તેમની પુત્રી કોઇ નીચી જાતિના છોકરા સાથે લગ્ન કરે.

આ આખા પ્રકરણમાં પોલીસની નીતિ કેવી રહી?

આ આખા પ્રકરણમાં પોલીસની નીતિ કેવી રહી?

ઉ.- પોલીસ પ્રારંભથી જ આ મામલાને ટાળતી રહી છે, પરંતુ મીડિયાના દબાણના કારણે તે માત્ર બહારથી દેખાડો કરતી જોવા મળી. મારા પતિની હત્યાને આજે પણ પોલીસ ઓનર કીલિંગ માનતી નથી. સ્થાનિક પોલીસ મારા સાસરીવાળા પર કેસ પરત લેવા માટે દબાણ કરી રહી છે.

ખાપ પંચાયતો માટે તમે શું કહેવા માગો છો?

ખાપ પંચાયતો માટે તમે શું કહેવા માગો છો?

ઉ.- આ માનવી નથી માત્ર તેમનો ચહેરો છે. જે આ સમાજ માટે એક અભિશાપ બનેલા છે. જેમને માનવતા સાથે કંઇજ લેવા દેવા નથી. તેઓ પોતાના શક્તિ દર્શાવવા માટે ખોટી શાન અને સન્માનની વાતો કરે છે. ખરા અર્થમાં તેમને સમાજ સાથે કંઇજ લેવા દેવા નથી.

હવે તમે શું ઇચ્છો છો?

હવે તમે શું ઇચ્છો છો?

ઉ.- મારે ન્યાય જોઇએ છે. દરેક એ માનવી પાસેથી જે તેમા સામેલ હતા, તેમને સજા મળવી જોઇએ. જેતી બીજીવાર આવી કોઇ ક્રૂરતા કરવાની જરૂર ના પડે. આજે પણ કેટલાક લોકો એવા છે જે તેમાં સામેલ હતા અને આઝાદ ફરી રહ્યાં છે.

શું સ્થિતિ છે તમારા ગામની?

શું સ્થિતિ છે તમારા ગામની?

ઉ.- મારા પતિને માર્યા બાદ પંચાયતે મને અને મારા પરિવારજનોને ગામની બહાર જવાનો આદેશ આપ્યો છે. તે અમને ધમકાવે છે ગામમાંથી જતા રહેવા કહે છે અને મે એવું ના કર્યું તો મારી નાંખવાની ધમકીઓ આપે છે.

કેવી રીતે ચાલે છે ઘર?

કેવી રીતે ચાલે છે ઘર?

ઉ.- પતિના મોત બાદ બે ટંકનું ભોજન પણ મળી શકતુ નથી. એક તરફ ગામવાળાના ભયથી બહાર પણ નથી જઇ શકતી. મારા સાસરીવાળા મદદ કરે છે. જો તેઓ મદદ ના કરતા તો અન્ન પણ ના મળત.

English summary
horrific tale of honour killing in bulandshahr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X