For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમગ્ર ભારત ગરમીથી ત્રસ્ત, આકાશમાંથી વરસી રહ્યા આગના ગોળા, પારો 48ને પાર

સમગ્ર દેશમાં હાલમાં ગરમીનો આતંક ફેલાયો છે, દિલ્લીમાં મંગળવારે પણ હવામાન ગરમ અને સૂકુ રહેવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

સમગ્ર દેશમાં હાલમાં ગરમીનો આતંક ફેલાયો છે, દિલ્લીમાં મંગળવારે પણ હવામાન ગરમ અને સૂકુ રહેવાની સંભાવના છે. જો કે ભીષણ ગરમીથી આગામી થોડા કલાકોમાં સામાન્ય રાહત મળવાનું અનુમાન છે. આકાશમાં હળવા વાદળો છવાઈ શકે છે અને ઝડપી પવન અને ધૂળ ભરેલી આંધી આવી શકે છે. સોમવારે સવારે સાડા આઠ વાગે લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યુ અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યુ.

આ પણ વાંચોઃ ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે પ્રિયંકા ચોપડા, કહ્યુઃ નિક બને અમેરિકી રાષ્ટ્રપતિઆ પણ વાંચોઃ ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે પ્રિયંકા ચોપડા, કહ્યુઃ નિક બને અમેરિકી રાષ્ટ્રપતિ

દઝાડતી ગરમીથી માત્ર માણસો નહિ જાનવર પણ ત્રસ્ત

દઝાડતી ગરમીથી માત્ર માણસો નહિ જાનવર પણ ત્રસ્ત

આગ ઝરતી ગરમીથી માત્ર માણસો જ નહિ પરંતુ જાનવરો પણ પરેશાન છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાંથી 8 શહેર ભારતના છે. વેધર વેબસાઈટ અલ ડોરાડોના જણાવ્યા મુજબ જૂનમાં દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના 8 શહેર શામેલ રહ્યા. વેબસાઈટ અનુસાર 3 જૂને ચુરુ (48.9), ગંગાનગર (48.6), જોધપુરના ફલોદી (48.2), બિકાનેર (48.1), જેસલમેર (47.8), નૌગાંવ (47.7), નારનૌલ (47.6) અને ખજૂરાહો (47.5) સૌથી ગરમ શહેરોમાંથી છે. રવિવારે રાજસ્થાનના ચુરુમાં 50ને પાર રહ્યો. સોમવારે પણ પારાના કાંટો 48 પર રોકાયો અને કંઈક આવા જ અણસાર મંગળવારે પણ રહેવાની સંભાવના છે એટલા માટે હવામાન વિભાગે ચુરુ સહિત સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી છે.

તપી રહ્યુ છે સમગ્ર ભારત

તપી રહ્યુ છે સમગ્ર ભારત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી-એનસીઆર, યુપી, પંજાબ, હરિયાણામાં આગામી બે દિવસ સુધી લૂ સાથે ગરમી ચરમ પર રહેશે અને આવનારા બે દિવસ પણ આ જગ્યાઓ માટે ભારે જ છે. લોકોને ગરમીથી રાહત મળવાની નથી.

શું છે ગરમીનું કારણ

શું છે ગરમીનું કારણ

ઉત્તર ભારતીય ક્ષેત્રોમાં પાકિસ્તાનથી આવતી પશ્ચિમી હવાઓએ ગરમીનો પ્રકોપ વધારી દીધો છે જેની અસર લૂ સ્વરૂપે હાલમાં જોવા મળી રહી છે. સૂર્યના તાપથી લોકોના જીવન ત્રસ્ત થઈ ગયા છે.

વરસાદ છે મોડો

વરસાદ છે મોડો

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ ન હોવાના કારણે આ વર્ષે ચોમાસુ આગળ વધવામાં મોડુ થઈ રહ્યુ છે. 18મેના રોજ અંદમાન તેમજ નિકોબાર ટાપુઓ સુધી પહોંચી ગયુ હતુ પરંતુ આ હજુ સમગ્ર ક્ષેત્રમાં પહોંચી શક્યુ નથી જેના કારણે તે કેરળના તટ પર પાંચ દિવસ મોડુ થઈને 6 જૂને કેરળ પહોંચશે.

English summary
Hot and dry weather in india, slight relief from the scorching heat is expected in the next 48 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X