For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : Channel 4એ મેંહદીની અસલી ઓળખ કેવી રીતે શોધી કાઢી?

|
Google Oneindia Gujarati News

બેંગાલુરુ, 13 ડિસેમ્બર : આજે શનિવારના રોજ બેંગલોર પોલીસના હાથે ઝડપાઇ ગયેલા મેંહદી મસરૂર બિસ્વાસે પોલીસ પૂછપરછમાં પોતે ISISનું ટ્વીટર હેન્ડલ @ShamiWitness ઓપરેટ કરવાની કબૂલાત કરી છે. આ કબૂલાત કરવા સિવાય અન્ય ચોંકાવનારી કબૂલાતો પણ કરી છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં સીધા સાદા યુવાનના ચહેરાની પાછળ એક આતંકવાદી છુપાયેલો હોવાની ઓળખ કેવી રીતે બહાર આવી તે જાણવું પણ રસપ્રદ છે.

મેંહદી મસરૂર બિસ્વાસની વાસ્તવિક ઓળખ છતી કરવાનું મિશન કેવી રીતે પાર પડ્યું તેની દિલચસ્પ વિગતો જાણવા આગળ ક્લિક કરો...

પાયાની ભૂમિકા ચેનલ 4ની રહી

પાયાની ભૂમિકા ચેનલ 4ની રહી

મેંહદીની ઓળખ છતી કરવામાં પાયાની ભૂમિકા બ્રિટનની ચેનલ 4એ નિભાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ચેનલ 4એ મેંહદીને એવી રીતે કોન્ટેક્ટ કર્યો કે મેંહદી જાણી ના શકે કે તે કોની સાથે વાત કરી રહ્યો છે.

ચેનલ 4એ આવી રીતે વિશ્વાસમાં લીધો

ચેનલ 4એ આવી રીતે વિશ્વાસમાં લીધો

ચેનલ 4ના રિપોટર્સ દ્વારા મેંહદીને એમ કહીને વિશ્વાસમાં લીધો કે કેટલાક બ્રિટિશ છોકરાઓ છે જેઓ તે ટ્વીટર પર જે કંઇ કરે છે તેનાથી અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે. આ મુદ્દે મેંહદી પહેલીવાર ફસાઇ ગયો.

કેવી રીતે વિગતો કઢાવવામાં આવી?

કેવી રીતે વિગતો કઢાવવામાં આવી?

ચેનલ 4 દ્વારા તેની સાથે અલગ અલગ રીતે વાતચીત કરવામાં આવી. જેમાં અનેકવાર તેને પૂછવામાં આવ્યું કે તે શા માટે ઇરાક જઇને આઇએસઆઇએસ જોઇન નથી કરી લેતો. ત્યારે તેણે છેવટે જવાબ આપ્યો કે આમ થઇ શકે તો વધારે સારું પણ, તેણે પોતાના પરિવારને મદદ કરવાની છે.

અસલી ચહેરાનો રાઝ ક્યારે ખુલ્યો?

અસલી ચહેરાનો રાઝ ક્યારે ખુલ્યો?

મેંહદીની નબળાઇ મળી ગયા બાદ તેના પર કામ કરવાનું શરૂ કર્યું. તેની સાથે વધારે વાતચીતમાં જાણવા મળ્યું કે તે મૂળ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાનો રહેવાસી છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે બેંગલોરમાં નોકરી કરે છે. આ સાથે બેંગલોરથી જે તે ISISનું ટ્વીટર એકાઉન્ટ @ShamiWitness હેન્ડલ કરી રહ્યો હતો.

કેટલા સમયથી ટ્વીટર હેન્ડલ ઓપરેટ કરતો હતો?

કેટલા સમયથી ટ્વીટર હેન્ડલ ઓપરેટ કરતો હતો?

મેંહદી દ્વારા ઓપરેટ થતું @shamiwitness
ટ્વીટર એકાઉન્ટ નવેમ્બર 2011થી એક્ટિવ છે. તેમાં ઇરાકમાં અલકાયદાની તરફેણમાં ટ્વીટ કરવાનું શરૂ કર્યું હતું. આ ટ્વીટર અકાઉન્ટ દ્વારા દરરોજની 150થી વધુ ટ્વીટ થતી હતી. આ સાથે અનેક બ્રિટશ અને વિદેશી સમર્થકો પણ તેને ફોલો કરતા હોવાનો દાવો કરાયો હતો.

પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન

પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન

મહેંદીની ધરપકડ બાદ પ્રારંભિક પૂછપરછમાં તેણે પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે @shamiwitness તેનું ટ્વીટર એકાઉન્ટ નથી. તેનું ટ્વીટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું.

પોલીસની શંકા કેવી રીતે દ્રઢ બની?

પોલીસની શંકા કેવી રીતે દ્રઢ બની?

આ અંગે તપાસ કરનાર એજન્સીના અધિકારીઓએ વનઇન્ડિયાને જણાવ્યું હતું કે મેંહદીએ ભયના માર્યા તેના બધા ઓનલાઇન એકાઉન્ટની વિગતો આપવાનું શરૂ કર્યું છે. પણ તેનું એકાઉન્ટ હેક થયું હોય તેવું માન્યામાં આવે તેવું નથી.તેનું મહેંદી મસરૂર બિશ્વાસના નામનું ફેસબુક એકાઉન્ટ ફેક નથી. તેણે એક પિક્ચર ક્રોપિંગ કરવાનું શરૂ કર્યા બાદ એકાઉન્ટ બંધ કરવાનું વિચાર્યું હતું.

English summary
How Britains Channel 4 revealed ISIS twitter handle operator Mehdi Masroor Biswas real identity?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X