• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કેમ એક વખતના જીજા-સાળા, આજના દુશ્મન બની ગયા

|
Google Oneindia Gujarati News

ખૂંખાર અંડરવર્લ્ડ ડોન અને દાઉદ ઇબ્રાહિમના નંબર વન દુશ્મન તેવા ભારતના મોસ્ટ વેન્ટેડ આરોપી અને અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ઇન્ડોનેશિયન પોલિસે રવિવારે ધરપકડ કરી છે. અનેક હત્યાઓના આરોપી અને ડ્રગ્સ અને દારૂ જેવા માદક દ્વવ્યોના વેપારી તેમજ વસૂલીના ધંધા સાથે જોડાયેલા છોટા રાજન પર 17 હત્યાઓમાં સંડોવાનો આરોપ છે. એટલું જ નહીં તે વર્ષ 1995થી ફરાર તેવા આ અંડરવર્લ્ડ ડોનની વર્ષોથી ભારતીય ગુપ્તચર સંસ્થા શોધખોળ કરી રહી છે.

ભારત આવશે મોસ્ટ વોન્ટેડ છોટા રાજન, જાણો શું છે રાજનનો ભૂતકાળ?

જો કે છોટા રાજનની શોધ ખાલી ભારતીય ગુપ્તચર સંસ્થા જ નથી કરી રહી ભારતનો અન્ય એક મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પણ કરી રહ્યો છે. એટલું જ નહીં વર્ષ 2000માં દાઉદ પર બેંકોકમાં જાનલેવા હુમલો પણ કરાવ્યો હતો. પણ રાજન તેમાંથી બચી નીકળવામાં સફળ રહ્યો હતો.

ડૉન દાઉદ ઇબ્રાહીમના નવ રહેઠાણમાં એક વ્હાઇટ હાઉસ પણ!

ત્યારે શું કારણ છે રાજન અને દાઉદની દુશ્મનીનું, કેવી રીતે છે રાજન અને દાઉદ જીજા-સાળા, કેમ તેમના લીધે કરીને વર્ષો સુધી મુંબઇમાં લડાતો રહ્યો લોહિયાળ ગેંગવોર તે તમામ સવાલો અને છોટા રાજન અને દાઉદ ઇબ્રાહિમ વિષેની આવી જ કેટલીક રસપ્રદ માહિતીઓ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

જીજા-સાળા

જીજા-સાળા

તમને જાણીને નવાઇ લાગશે પણ છોટા રાજન અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે એક સમયે જીજા-સાળાના સંબંધો હતા. છોટા રાજનની પત્ની સુજાતાને દાઉદ તેની મુહબોલી બહેન માનતો હતો. વળી સુજાતા પણ દાઉદને રાખડી બાંધતી હતી. આ રીતે છોટા રાજન અને દાઉદ વચ્ચે જીજા-સાળાના સંબંધો હતા.

ફ્લેશબેક

ફ્લેશબેક

મુંબઇ પર જ્યારે હાજી મસ્તાનનું રાજ હતું ત્યારે હાજી મસ્તાન, કરીમ લાલા અને બડા રાજનનું ગેંગ મુંબઇમાં સક્રિય હતું. હાજી મસ્તાનની મૃત્યુ પછી દાઉદને અંડરવર્લ્ડમાં એન્ટ્રી લીધી. અને હાજી મસ્તાનની જગ્યા સંભાળવા માટે કરીમ લાલા અને દાઉદ વચ્ચે ગેંગવોર શરૂ થઇ ગયો. જેમાં બડા રાજન દાઉદનો સાથ આપ્યો. અને આજ કારણે તેને પોતાનો જીવ ગુમાવો પડ્યો.

રાજન ઉર્ફ

રાજન ઉર્ફ

છોટા રાજનનું સાચું નામ રાજન સદાશિવ નિખલજે ઉર્ફે નાના ઉર્ફ છોટા રાજન છે. મોટા રાજનની મૃત્યુ બાદ છોટા રાજનને કોઇ ભરોસો કરી શકાય તેવા અને તાકાતવર સાથની જરૂર હતી. અને તે હાથના રૂપે જ તેણે દાઉદ જોડે મિત્રતા કરી.

દાઉદનો ડાબો હાથ

દાઉદનો ડાબો હાથ

થોડાક જ સમયમાં છોટા રાજન દાઉનનો ડાબો હાથ બની ગયો. જ્યારે મુંબઇથી દાઉદ ભાગ્યો ત્યારે તેણે પોતાનું તમામ કામકાજ છોટા રાજનના હાથમાં સોપ્યું હતું. જો કે દુબઇ પહોંચીને દાઉદ પોતાના જ લોકોને અંદર અંદર લડાવાનું શરૂ કરી દીધું જેથી તેનો કંટ્રોલ રહી શકે. આ ચક્કરમાં દાઉદને મુંબઇના શિવસેના પાર્ષદ ખીમ બહાદુર થાપાની હત્યા કરાઇ
થાપા હતો રાજનનો કરીબી

થાપા હતો રાજનનો કરીબી

થાપા હતો રાજનનો કરીબી

થાપા છોટા રાજનનો કરીબી હતો અને જ્યારે છોટા રાજનને ખબર પડે કે તેની હત્યામાં દાઉદનો સાથ છે તેણે નેપાળી શૂટર સુનીલ સાવંત દ્વારા દાઉદને મારવાનું કામ સોંપી દીધું. જેનાથી તેમની વચ્ચે આવી ગઇ તિરાડ.

રાજનની હત્યાનો પ્રયાસ

રાજનની હત્યાનો પ્રયાસ

આ જ કારણ હતું કે વર્ષ 2000માં દાઉદે બેંકોકમાં છોટા રાજન પર છોટા શકિલના હાથે જાનલેવા હુમલો કરાવ્યો હતો. જો કે રાજનનો આ હુમલામાં આબાદ બચાવ થયો હતો.

ટિકિટની કાળાબજારી કરતા બન્યો ડોન

ટિકિટની કાળાબજારી કરતા બન્યો ડોન

મુંબઇના ગરીબી પરિવારમાં જન્મેલો રાજન 1980માં સહાકર સિનેમાની ટિકિટની કાળાબજારી કરતા પકડાયો હતો. જેમાથી તેની મુલાકાત મોટા રાજન સાથે થઇ જેણે તેને બિઝનેસનું કામકાજ સમજાયું.

આરોપ

આરોપ

છોટા રાજન પર જબરન વસૂલી, તસ્કરી, માદક દ્વવ્યોની તસ્કરી અને ફિલ્મ ફાઇનાન્સ દ્વારા કાળા નાણાંને સફેદ કરવા જેવા અનેક આરોપ સાથે 17 મર્ડર કેસના આરોપ પણ છે.

English summary
After being on the run for decades, Mumbai underworld don Chhota Rajan was arrested in Bali, Indonesia on his arrival from Australia. Here is the inside story of how Dawood Ibrahim-Chhota Rajan friendship turns into animosity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X